Rain forecast : રાજ્યમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું થાય તેવી આગાહી વ્યક્ત કરી છે. વરસાદની આગાહી ને કારણે તાતના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આગામી 2 અને 3 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના રહેલી છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી: ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં માવઠારૂપી વરસાદનો ખતરો
હવામાન વિભાગની આગાહી – Rain forecast
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે જણાવ્યું છે કે, પવનની દિશા ઉત્તર પશ્ચિમ છે જેના કારણે ભેજ આવી રહ્યો છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે હાલ છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે.
આ પણ વાચો : ગુજરાતમાં બે દિવસ બાદ આફતનો વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની સરખી આગાહી
માવઠા અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી 4 દિવસ હવામાન શુષ્ક જોવા મળશે. જે બાદ પાંચમા અને છઠ્ઠા દિવસે એટલે કે 2 અને 3 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ અને ગુજરાતના દક્ષિણ ભાગમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા રહેલી છે.
2 અને 3 ફેબ્રુઆરીમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
માવઠા અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, બીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, નવસારી તથા વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ત્રીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી, અરવલ્લી, દાહોદ, ભાવનગર, મહિસાગરમાં વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી – Rain forecast
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે 2 થી 5 ફેબ્રુઆરી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. કેટલાક ભાગોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. માવઠા અને કરા માટેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેલી છે. 2 થી 3 ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |