2 અને 3 ફેબ્રુઆરીમાં વરસાદની શક્યતા ખરી? જાણો હવામાન વિભાગની આગાહી

Rain forecast : હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, વરસાદની સિસ્ટમ નબળી પડતા શિયાળામાં માવઠાની આફત ટળી છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વહેલી સવારે અને રાતે ઠંડક અનુભવાઈ રહી છે અને બપોરે ગરમી પડી રહી છે. જેના કારણે ગુજરાતીઓને ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી – Rain forecast

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ગુરુવારે ગુજરાતમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કેશોદમાં 12.3 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આ સાથે નલિયામાં 15.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14, અમદાવાદમાં 15.9 ડિગ્રી, વડોદરામાં 15 અને સુરતમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે.

આ પણ વાચો : ગુજરાતમાં બે દિવસ બાદ આફતનો વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની સરખી આગાહી

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે ગુરુવારે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું હતું કે, ગુજરાત નજીકથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. તેને કારણે વરસાદની આગાહી આપવામાં આવી હતી. 2 અને 3 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સાત જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યકત કરાઇ હતી. જોકે, આ સિસ્ટમની સક્રિયતા ઓછી થવાને કારણે વરસાદની શક્યતા ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત રાજ્યમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યા છે.

એ. કે. દાસે જણાવ્યું છે કે, આવનારા 7 દિવસ હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પહેલા જે 2 અને 3 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે. જે અંગે તમને અપડેટ કરતા રહીશું.

આ પણ વાચો : ગુજરાતના આ 7 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

આજે કેવું હવામાન રહેશે? – Rain forecast

હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે, આજે અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે. તેમણે ઠંડી અંગે એમ પણ જણાવ્યું છે કે, હજી શિયાળો ગયો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે આવ્યા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે છે. હાલ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

Rain forecast

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment