પરેશ ગોસ્વામીની આગાહી : છેલ્લા એક-બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત પછી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. એવામાં હવે આગામી દિવસોમાં લોકોને કમોસમી વરસાદ ની પણ આગાહી કરવામાં આવી રહી છે.

પરેશ ગોસ્વામીની આગાહી
આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનાના પહેલા જ સપ્તાહમાં ગુજરાતના અનેક ભાગોમાં માવઠાનો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 3 થી 5 ફેબ્રુઆરી સુધીના 3 દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું રૂપી વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : ફેબ્રુઆરીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ વિસ્તારમાં સૌથી વધુ અસર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં સામાન્ય માવઠું થવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને વડોદરામાં મધ્યમથી સામાન્ય માવઠું થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય છોટા ઉદેપુર, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં હળવા થી સામાન્ય ઝાપટા થવાની શક્યતા છે. આમ એકંદરે ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહના 3 દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોને માવઠું થઈ શકે છે. જે ખેડૂતો માટે ચિંતાજનક ગણી શકાય.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યા છે. જેના પરિણામે માવઠુ થવાની આગાહી કરાઈ છે. મોટાભાગે જાન્યુઆરી મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ અને ઠંડી ઘટવી જોઈએ. જો કે હજુ પણ રાજ્યના અનેક ભાગોમાં શિયાળો સક્રિય છે અને ઠંડીનો ચમકારો યથાવત છે. આવનારા દિવસોમાં પણ કોઈ-કોઈ ભાગમાં કોલ્ડવેવ તો ક્યાંક ગાત્રો થીજવતી ઠંડીનો માહોલ સર્જાઈ શકે છે.
નોંધ: અમે આ માહિતી ઓનલાઇન સોર્સ પરથી મેળવેલ છે. હવામાનની માહિતી માટે હવામાન વિભાગની સૂચનાને અનુસરવું..

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |