seasonal rain forecast : ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે, પરંતુ હવે માવઠાના મંડાણ થતાં ફરીએકવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યમાં 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી: ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં માવઠારૂપી વરસાદનો ખતરો
ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. થોડા જ સમયમાં પાક ઉતારવાનો થશે એ પહેલા જ વરસાદની આગાહી સામે આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
અંબાલાલ પટેલની નવી આગાહી – seasonal rain forecast
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે અને તારીખ 2, 3 અને 4 ફ્રેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, ખંભાત, નડિયાદ, અમદાવાદ, કલોલ, પંચમહાલ, ગાંધીનગર, લીમખેડા, મહેસાણા સહિત વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : ફેબ્રુઆરીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ વિસ્તારમાં સૌથી વધુ અસર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
પરેશ ગોસ્વામીની નવી આગાહી – seasonal rain forecast
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વધુમાં કહ્યું કે, આગામી 3 થી 5 ફેબ્રુઆરી ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનને કારણે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. માવઠાની સૌથી વધુ તિવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં દેખાશે સાથો સાથ વાવ-થરાદ, બનાસકાંઠા અને મહેસાણાને કમોસમી વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 5 ફેબ્રુઆરીએ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો આગામી 3 અને 4 ફેબ્રુઆરીએ અમદાવાદ-ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી રહેલી છે.

અગત્યની લિંક
લેટેસ્ટ સોનાના ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |