અખાત્રીજના પવન પરથી ચોમાસાનો વરતારો, જાણો અંબાલાલ પટેલની આગાહી

Gujarat Monsoon 2025 : આવનારું ચોમાસું કેવું રહેશે તે માટે હોળીની સાથે અખાત્રીજનો પવન પણ જોવામાં આવે છે. આજે અખાત્રીજ છે. અખાત્રીજના પવનથી ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. હવામાન નિષ્ણાતો અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે. આજે અખાત્રીજ છે અને પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો આપ્યો છે.

અંબાલાલ પટેલનો ચોમાસાનો વરતારો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અખાત્રીજના દિવસે સવા હાથનું રાડુ એટલે કે (સીધી સળી) લઈ પવન જોવો. ગરમીનું માપ કાઢવાની અખાત્રીજની રીત હોય છે. અખાત્રીજની બપોરે સવા હાથનું રાડુ એટલે કે (સીધી સળી) ઉભી કરવી અને જો ઉત્તરમાં ત્રણથી છ કદમ પછળાયો જાય તો ઉત્તમ ગણવો. ત્રણથી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવો. દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે.

આ પણ વાચો : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની 3-3 હવામાન નિષ્ણાતની આગાહી

અખાત્રીજનો પવન જોવાની રીત

દિવસ ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે. પરોઢિયાનો પવન જોવો. અઢી હાથનું રાડુ રાખી મેદાનમાં પવન જોવો. તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જોવો. દક્ષિણ અગ્નિ પૂર્વનો વા વાય તો ઉત્તમ ગણવો અને ઉભા કણસલા સુકા હોય તો ભય ઉપજાવે. તેમજ ઈશાનનો વાયુ વાય તો વધુ વરસાદ થાય. અખાત્રીજ ઉનાળે મધ્યે પવન નિયમિત હોવો જોઈએ. અખાત્રીજના દિવસે ઉનાળુ કે શિયાળુ પવનના વાય તો પવન ઉત્તમ ગણાય છે.

આ પણ વાચો : આગામી 7 દિવસ સાવધાન, આ તારીખોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી

Gujarat Monsoon 2025 કેવું રહશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હોળીના પવન પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો કે ચોમાસું એકંદરે સારું રહેશે. પરંતુ અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો. પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. આથી આગામી ચોમાસા માટે સારા સંકેત છે. વાળી ન સુકાય અને વરસાદ આવ્યા કરે. અખાત્રીજનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસુ કેવું રહશે?

અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો. પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. આથી આગામી ચોમાસા માટે સારા સંકેત છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment