શુ કમોસમી વરસાદ પડશે?, હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી સંકટની આગાહી

Unseasonal rain : હવામાનને લઇ હવામાન ખાતા દ્વારા મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ છૂટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગ શું કહે છે? – Unseasonal rain

ઉતરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં, ઉત્તર ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે આજથી તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ ઊંચકાશે. ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : ગુજરાતમાં પાંચ દિવસ કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલની શું કહે છે? – Unseasonal rain

આગામી દિવસોમાં વાતાવરણમાં થનાર ફેરફારને લઇ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પવનનું જોર વધશે, તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તા. 27 થી 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. તેમજ દેશનાં ઉત્તર-મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ગુજરાતમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર, પૂર્વ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રીય, ખેડુતોની ચિંતા વધારે તેવી આગાહી

પરેશ ગોસ્વામીની શું કહે છે?

રાજ્યમાં આગામી ડિસેમ્બરથી હવામાનમાં પલ્ટો આવશે તેમ હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. તા. 25 થી 27 ડિસેમ્બર દરમ્યાન કેટલાક જીલ્લામાં વરસાદ સક્રિય થઇ શકે છે. તેમજ ઉત્તર ભારતનાં પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું છે.

દક્ષિણ ભારતમાં ઈશાનનાં ચોમાસાને કારણે વરસાદી માહોલ છવાયો છે. રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે. રાજસ્થાન સાથેના સરહદીય વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાટણ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Unseasonal rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન વિભાગ શું કહે છે?

ઉતરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment