rain systems : રાજ્યનાં ફરી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે IMD દ્વારા ઉત્તર ગુજરાત સિવાયનાં અન્ય જીલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. આજે વહેલી સવારે અમદાવાદમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરનાં કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થવા પામી છે.
આ પણ વાચો : 22 થી 26 તારીખમાં ભારે ચક્રવાત સર્જાશે, અંબાલાલ પટેલની ભુકકા બોલાવે તેવી આગાહી
રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાનાં કારણે બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે. તેમજ ઉત્તર-પૂર્વ થી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાવવાને લીધે વરસાદી માહોલ બન્યો છે. 22 તારીખે સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી – rain systems
હવામાન વિભાગ દ્વારા ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી શક્યતા છે.
આ પણ વાચો : આજે 15 જિલ્લામાં સાવધાન, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી
સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં યલો એલર્ટ અપાયું
હવામાન વિભાગ દ્વારા 22 તારીખના રોજ રાજ્યનાં દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રનાં દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી વ્યકત કરાઈ છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા – rain systems
તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વડોદરા, છોટા ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, સુરત, ઉદેપુર, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગ મંગળવારે વરસાદની આગાહી કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગ દ્વારા ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.