ગુજરાતમાં પાંચ દિવસ કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

5 day forecast : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. તો હવે વરસાદ બાદ ઠંડી નહીં ગરમીથી સેકાવાનો વારો આવી શકે છે. કંડલા પોર્ટ 38 ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ નંબરનું ગરમ મથક નોંધાયું હતું.

Paresh Goswami

આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે?

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે. ગુજરાતનું મહત્તમ તાપમાન 3થી 4 દિવસ માટે યથાવત્ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36.4 સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધુ રહ્યું છે. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.

આ પણ વાચો : 100 થી 120 કિમીની ઝડપે ત્રાટકશે ‘દાના’ વાવાઝોડું! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યારે ઉત્તર- પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ જોવા મળી રહ્યા છે. તો તેમણે દાના વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, જે વાવાઝોડું બન્યું છે તેની ગુજરાત પર ચેતવણીની હવામાન વિભાગ તરફથી હજી સુધી કોઈ આગાહી કરાઈ નથી. એટલે કે ગુજરાત માટે કોઈ ચેતવણી અપાઈ નથી.

દાના વાવાઝોડું! – 5 day forecast

બંગાળની ખાડીમાં દાના વવઝોડું ત્રાટક્યું છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. એટલું જ નહીં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એટલે બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાચો : ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રીય, ખેડુતોની ચિંતા વધારે તેવી આગાહી

દાના વાવાઝોડું લગભગ માત્ર આ બે રાજ્યોના 14 જિલ્લાઓને સીધી અસર કરશે. તેથી આ જિલ્લાઓમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો રદ કરી છે, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ 14 ટ્રેનો રદ કરવામાં આવી છે.

5 day forecast

અગત્યની લિંક – 5 day forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે?

ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે. ગુજરાતનું મહત્તમ તાપમાન 3થી 4 દિવસ માટે યથાવત્ રહી શકે છે

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment