Thunderstorms forecast : રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં મોટો બદલાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની શક્યતા રહેલી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

30 અને 31 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ શકે છે. જેના કારણે ફેબ્રુઆરીની શરૂઆત સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં માવઠા અને કરાની આગાહી
2, 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે.
આ પણ વાચો : શુ કમોસમી વરસાદ પડશે?, હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી સંકટની આગાહી
માવઠાની અસર દક્ષિણ ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર, નડિયાદ અને આણંદ, ખંભાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, કલોલ, પંચમહાલ, વિરમગામ, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં પણ થવાની શક્યતા છે. ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષય – Thunderstorms forecast
આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે માવઠાના કારણે પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જે પાક લણણી માટે તૈયાર છે, તેમને વધુ નુકસાન જોવા મળી શકે છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને પોતાના પાકની સંભાળ રાખે અને જરૂરી પગલાં લે જેથી નુકસાન ઓછું થાય.
ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. માવઠા અને કરાની આગાહીના કારણે ખેડૂતો ચિંતિત છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી પર નજર રાખવી અને જરૂરી પગલાં લેવા જરૂરી છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હાલ સવારે અને રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો અને બપોરે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ માવઠાની આગાહી વ્યક્ત કરી હતી, પરંતુ હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, “આગામી 7 દિવસ હવામાન શુષ્ક જોવા મળી શકે છે. આ 7 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નથી.” તેમણે હાલ માવઠાની કોઈ આગાહી વ્યકત કરી નથી.
નોંધ: અમે આ માહિતી ઓનલાઇન સોર્સ પરથી મેળવેલ છે. હવામાનની માહિતી માટે હવામાન વિભાગની સૂચનાને અનુસરવું..

અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |