રાજ્યમાં 2થી 4 ફેબ્રુઓરી દરમિયાના 6 જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો પર સંકટને જોતાં અગમચેતીના સૂચનો જાહેર

Rain forecast : હવામાન વિભાગે કરેલી આગાહીને અનુલક્ષીને આગામી 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના ભાવનગર, અરવલ્લી, વલસાડ, નવસારી, અમરેલી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આવા સમયમાં ગુજરાતના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા ગુજરાતના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Paresh Goswami

ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે:

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.

આ પણ વાચો : 2 અને 3 ફેબ્રુઆરીમાં વરસાદની શક્યતા ખરી? જાણો હવામાન વિભાગની આગાહી

પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.

ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.

APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા

APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી.

Rain forecast

અગત્યની લિંક – Rain forecast

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment