Paresh Goswami prediction : રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઉચકાતા છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં હવામાનમાં પલટો થવાની શક્યતા આગાહી કરી હતી. જો કે આ સિસ્ટમ નબળી પડતાં ગુજરાતના હવામાનમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને દાહોદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.

જ્યારે ગુજરાતનું સૌથી ઠંડાગાર રહેતા નલિયાનું તાપમાન 5 ડિગ્રી વધીને 15.5 ડિગ્રી પર પહોંચી ગયું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : ગુજરાતના આ 7 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી – Paresh Goswami prediction
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ સુધી બન્યું નથી. જો તે સક્રિય થશે, તો પણ નબળું જ રહેવાની સંભાવના છે. જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની શક્યતા નહીવત જોવા મળી રહી છે.
2 થી 5 તારીખમાં હવામાનમાં પલટો
જો કે આગામી 2 થી 5 ફેબ્રુઆરી સુધી રાજ્યના હવામાનમાં પલટો ચોક્કસ જોવા મળી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણ જિલ્લામાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યાં નીચલા લેવલના વાદળો બંધાશે, ત્યાં કોઈ-કોઈ જગ્યાએ માવઠું થવાની શક્યતા છે.
આ પણ વાચો : રાજ્યમાં 2થી 4 ફેબ્રુઓરી દરમિયાના 6 જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો પર સંકટને જોતાં અગમચેતીના સૂચનો જાહેર
એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠારૂપી ખતરાથી બહાર નથી આવ્યા. ઉત્તર તરફથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે, તેના કારણે રાજસ્થાનમાં માવઠાનો વરસાદ થઈ શકે છે. જેથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે, જે શિયાળું પાકને નુકસાન કરે તેવી શક્યતા પણ રહેલી છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વધારે પડતાં ઘાટા વાદળ ઘેરાઈ શકે છે. આ 4 દિવસ દરમિયાન ચાર જિલ્લાના એકાદ સેન્ટરમાં છૂટાછવાયા ઝાપટા થવાની શક્યતા છે.

અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |