100 થી 120 કિમીની ઝડપે ત્રાટકશે ‘દાના’ વાવાઝોડું! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Cyclone Dana : ચોમાસું વિદાય લે એ પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે અને તેના કારણે ફરી એક વખત આખા દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ચક્રવાતી તોફાન ‘દાના’ના કારણે બંગાળ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને તે દિવાળી પહેલા આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે.

Paresh Goswami

ચક્રવાતી તોફાન ‘દાના’ આવી રહ્યું છે!

હવામાન વિભાગે કહ્યું છે કે, ચક્રવાતી તોફાન ‘Cyclone Dana’ બંગાળની ખાડીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં જમીન પર ત્રાટકે તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાચો : ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રીય, ખેડુતોની ચિંતા વધારે તેવી આગાહી

24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવારની વચ્ચે આ વાવાઝોડું બંગાળના સાગર દ્વીપ અને ઓડિશાના પુરીની વચ્ચેથી પસાર થઈ શકે છે.

100 થી 120 કિમીની ઝડપે વાવાઝોડું! – Cyclone Dana

પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેની જોડાયેલો ઉત્તર અંડમાન સાગર પર પણ એક નીચા દબાણનો વિસ્તાર બનેલો છે. 23 ઑક્ટોબરે ચક્રવાતી તૂફાનમાં પરિવર્તિત થયા પછી તે 24 તારીખે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારાઓ સાથે અથડાશે, જેનાથી દરિયા ઉપર 100 થી 120 કિમીની ઝડપે પવનો ફૂંકાશે. IMDએ 22 થી 25 ઑક્ટોબર સુધી માછીમારોને દરિયાકિનારાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

આ પણ વાચો : આજે 15 જિલ્લામાં સાવધાન, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગ અનુસાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 23 થી 26 ઑક્ટોબર દરમિયાન ભારે થી અત્યંત ભારે વરસાદની આગાહી છે. ઝારખંડમાં પણ 24 તારીખે વરસાદ થઈ શકે છે. પોંડિચેરી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકમાં પણ ચક્રવાતી અસર થઈ શકે છે. જો કે આ વાવાઝોડાની અસર ગુજરાત પર ઓછી થઈ શકે છે.

આ તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરનાં કારણે વરસાદી સિસ્ટમ બની છે. જેના કારણે ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે અને આ કારણે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.

Cyclone Dana

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચક્રવાતી તોફાન ‘દાના’ આવી રહ્યું છે!

હવામાન વિભાગે કહ્યું છે કે, ચક્રવાતી તોફાન ‘દાના’ બંગાળની ખાડીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં જમીન પર ત્રાટકે તેવી શક્યતા રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment