Heavy rain alert : દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન તડકો પડે છે, જેના લીધે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. ઘણા રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન ગાજવીજ સાથે તોફાન આવવાની આગાહી કરવામાં આવી રહી છે. IMDની લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉત્તરપૂર્વ બેરિંગ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિત છે, જેના કારણે અરુણાચલ પ્રદેશ અને આસામમાં 10 અને 11 ફેબ્રુઆરીએ ભારે વરસાદ થવાની શક્યત છે.

8 થી 12 તારીખમાં વરસાદની ચેતવણી
આ દરમિયાન, ગાજવીજ સાથે ભારે પવન પણ ફુંકાવાની શક્યતા છે. નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યો છે, જેના કારણે 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અગાઉ શુક્રવારે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાચો : તૈયાર થઈ જાવ! હવે ગુજરાતના હવામાનમાં કેવી નવાજૂની થશે? અંબાલાલ પટેલની આગાહી
તાપમાન ક્યાંક ઘટશે તો ક્યાંક વધશે? – Heavy rain alert
IMD મુજબ, આગામી 3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થવાની શક્યતા છે અને ત્યારબાદ કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે નહીં. આગામી 2 દિવસમાં મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થશે. જોકે, આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જીવા મળશે નહીં.
ગાઢ ધુમ્મસની ચેતવણી અપાઈ – Heavy rain alert
હવામાન વિભાગે ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. 9 ફેબ્રુઆરી સુધી સવારના સમયે ઓડિશાના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં શીતલહેર યથાવત જોવા મળશે. મેઘાલય અને આસામમાં છેલ્લા 24 કલાકમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું, જ્યાં દૃશ્યતા 50 થી 199 મીટરની વચ્ચે જોવા મળી હતી.
આ પણ વાચો : આ રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, શું હવે ઠંડીનોબીજો રાઉન્ડ આવશે?
મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડુ રહ્યું રાજસ્થાનનું ફતેહપુર
શુક્રવારે દેશના મેદાની વિસ્તારોમાં રાજસ્થાનના ફતેહપુરમાં સૌથી ઓછું 2.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો અને મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 6 થી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું, જ્યારે મધ્ય, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પારો 12 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું. છેલ્લા 24 કલાકમાં, ઉત્તર પ્રદેશ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધ્યું છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં પારો સામાન્ય છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં તાપમાન સામાન્ય કરતાં વધારે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, મહારાષ્ટ્ર, ત્રિપુરા, પૂર્વી રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું છે.
10 ફેબ્રુઆરી સુધી દિલ્હી NCRનું હવામાન કેવું રહેશે?
IMD અનુસાર, દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 22 થી 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે. 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફ પવન ફૂંકાયો. 8 ફેબ્રુઆરીએ આકાશ સ્વચ્છ જોવા મળશે, પરંતુ 9 ફેબ્રુઆરીએ આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સવારે હળવા ધુમ્મસની સંભાવના છે. આ પછી પવનની ગતિ વધશે અને બપોર સુધી 10 થી 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 10 ફેબ્રુઆરીએ હવામાન સ્વચ્છ જોવા મળશે, પરંતુ રાત્રે ધુમ્મસ રહેવાની સંભાવના છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |