Ambalal Patel new prediction : ગુજરાતમાં ઉત્તરપૂર્વ પૂર્વના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેના કારણે આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યા છે. પવનની દિશા બદલાતાની સાથે તાપમાનમાં વધારો અનુભવાઈ રહ્યો છે. જોકે ભારે પવનને કારણે વહેલી સવારે ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે તો બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારથી આજે પવનની ગતિ તેજ થઈ છે. આવામાં જોઈએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે અને કેટલાક ભાગમાં 36 ડિગ્રી પહોંચવાની સંભાવના રહેશે. વડોદરાના ભાગોમાં 35 ડિગ્રી આસપાસ, ઉત્તર ગુજરાતના ભાગોમાં 28 થી 30 ડિગ્રી આસપાસ, સૌરાષ્ટ્રના ભાગોમાં 34થી 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી, ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
અંબાલાલે કહ્યું કે, 6 અને 7 ફેબ્રુઆરીમાં પવનનું જોર વધી શકે છે. પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં 15થી 16 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 16 કીમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકે વિન્ડ ગસ્ટ જોવા મળી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિન્ડ ગસ્ટ 35 કીમી રહેવાની શક્યતા રહેશે. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી શકે છે.
6 અને 7 તારીખમાં પવનની ગતિ તેજ રહેવાના કારણે ઉભા પાકને અસર થઈ શકે છે. જેમાં રાયડાના પાક, તેમજ ઘઉંનો ઉભો પાક વાળી જવાની શક્યતા રહેશે. ભારે પવનની અસર બાગાયતી પાકને પણ થઈ શકે.
આ પણ વાચો : આ રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, શું હવે ઠંડીનોબીજો રાઉન્ડ આવશે?
8 અને 9 તારીખમાં શું થશે? – Ambalal Patel new prediction
અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, 8 અને 9 ફેબ્રુઆરીના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. 8 થી 10 ફેબ્રુઆરીના વાદળો બંધાઈ શકે છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. લઘુતમ તાપમાન વધવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી આવવાની શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |