આ રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, શું હવે ઠંડીનોબીજો રાઉન્ડ આવશે?

unseasonal rain : દિલ્હી NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન ફરફાઈ ગઈ છે. હળવા વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે, જેના કારણે કેટલાક ભાગોમાં ધુમ્મસ અને ઠંડીની અસર જોવા મળી રહી છે.

Paresh Goswami

આજે કેવું હવામાન રહેશે?

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, આજે વરસાદની સંભાવના ઓછી હશે, પરંતુ ધુમ્મસનું સ્તરમાં વધારો થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ યથાવત છે જ્યારે ઘણા વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી, ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ

સહારનપુર, શામલી, મેરઠ, બાગપત, બુલંદશહર, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, નોઈડા, આગ્રા અને બરેલી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, વારાણસી અને ગોરખપુરમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 5 ફેબ્રુઆરી સુધી વરસાદની શક્યતા છે, જ્યારે ગુરુવાર (6 ફેબ્રુઆરી)થી હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા રહેલી છે. 8 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે, જેના કારણે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

ધુમ્મસ અને ઠંડા પવનની અસર – unseasonal rain

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે બિહારમાં શિયાળાની અસર યથાવત રહી છે. જોકે તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધ્યો છે. પટના, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર અને ગયા સહિત અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. પશ્ચિમી પવનોને કારણે ઠંડીની અસર યથાવત જોવા મળી શકે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ થઈ શકે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાત પરથી માવઠારૂપી ખતરો હજુ ટળ્યો નથી, 2 થી 5 તારીખમાં હવામાનમાં પલટો આવશે

રાજસ્થાનમાં હવામાનની પેટર્નમાં ફેરફાર

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જયપુર, અજમેર, ધૌલપુર અને બિકાનેર સહિત અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. અજમેરમાં 3.4 મીમી, ધોલપુરમાં 2.0 મીમી અને જયપુરમાં 1.0 મીમી વરસાદ નોંધાયો હતો. સાંગરિયામાં લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી અને જેસલમેરમાં 8.4 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ વાદળોની અવરજવર ચાલુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હિમાચલ અને કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે

હિમાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. લાહૌલ-સ્પીતિ અને કિન્નૌર સિવાય અન્ય જિલ્લાઓમાં તોફાન અને વરસાદની શક્યતા છે. કાશ્મીર ખીણમાં પણ હિમવર્ષા થઈ રહી છે જેના કારણે તાપમાન શૂન્યથી નીચે રહ્યું છે. શ્રીનગરના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે સૂકી મોસમ સમાપ્ત થઈ ગઈ છે.

ચક્રવાતને કારણે પૂર્વોત્તર રાજ્યો ઓરિસ્સા, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હવામાનમાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, યુપી, એમપી, બિહાર, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં ફેરફાર ચાલુ છે. હવામાન વિભાગે 8 ફેબ્રુઆરીથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.

unseasonal rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment