ગુજરાતમાં આ તારીખોમાં તોફાની વરસાદ તૂટી પડશે! પરેશ ગોસ્વામી

Stormy rain : અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા પલટા જોવા મળશે તે અંગેના સવાલો શરુ થવા લાગ્યા છે. હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ અંગે કેટલીક શકયતાઓ વ્યક્ત કરી છે. જેમાં હવામાન અને ખેતીના જાણકાર પરેશ ગોસ્વામીએ પણ કેટલીક શક્યતા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, અગાઉ અંબાલાલ પટેલે જે અસ્થિરતા અરબી સમુદ્રમાં ઉભી થઈ છે તેના લીધે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વરસાદમાં શક્યતા વ્યક્ત કરી છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામીની આગાહી

હવે પરેશ ગોસ્વામી હવામાન અંગે વાત કરતા જણાવે છે કે, 19 મેના રોજ આંદામાન નીકોબાર ટાપુ પર ચૌમાસું સમય કરતા વહેલું બેઠું હતું, આ પછી કેરળમાં 1 જૂને ચોમાસું પહોંચવું જોઈએ તેના બદલે 1 દિવસ વહેલું આગમન થયું હતું. આ બાદ ચોમાસું તેના નિશ્ચિત સમય કરતા ઝડપથી આગળ વધ્યું છે. કેરળ બાદ કર્ણાટકના કેટલાક ભાગો સુધી ચોમાસું બેસી ગયું છે.

આ પણ વાચો : આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Stormy rain : આગળ પરેશ ગોસ્વામી જણાવે છે કે, ચોમાસું હવે મહારાષ્ટ્ર તરફ આગળ જઈ રહ્યું છે, આ જોતા એવી શક્યતા દેખાઈ રહી છે કે, ગુજરાતમાં ચોમાસું નિશ્ચિત સમય કરતા વહેલું 13 કે 14 જૂને એન્ટ્રી કરે એવી સંભાવના છે. આ સિવાય અરબી સમુદ્રમાં જે સિસ્ટમ ઉભી થઈ છે તે અંગે પણ પરેશ ગોસ્વામીએ વાત કરી છે.

આ પણ વાચો : 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, ઘણી જગ્યાઓ પર અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ચર્ચા જોવા મળી રહી છે. પરંતુ પરેશ ગોસ્વામી નાં અનુમાન પ્રમાણે હાલ અરબી સમુદ્રમાં ચક્રવાત બને તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. આવામાં તેમણે ચક્રવાતની અફવાઓથી ગભરાવું નહીં તેમ પણ જણાવ્યું છે. પરંતુ આ જે સિસ્ટમ બની છે તે લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની શક્યતા વ્યકત કરી છે.

ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ ડીપ ડિપ્રેશનના લીધે મહારાષ્ટ્ર તથા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાઈ છે. આ સાથે તેમણ 5થી 9 જૂન દરમિયાન પ્રી-મોન્સુન એક્ટિવિટીની આગાહી પણ વ્યકત કરી છે.

આ પણ વાચો : વાવણીની તારીખ લખી રાખો, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

જ્યારે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ત્યારે 9 થી 13 જૂન દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી પરેશ ગોસ્વામી એ કરી છે. આ કારણે 10 તારીખ પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની પણ આગાહી કરી છે.

Stormy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ ડીપ ડિપ્રેશનના લીધે મહારાષ્ટ્ર તથા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાઈ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment