પરેશ ગોસ્વામીની આગાહી : કેરળમાં દરિયા કિનારા અને ઉત્તરપૂર્વના ભાગમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના 1 દિવસ પહેલાં ચોમાસું ભારતમાં શરૂ થયુ છે. સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી જોવા મળતી હોય છે. પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 27 જૂન સુધીમાં એટલે કે જૂનના અંત સુધી દિલ્લીમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે.
10 જૂને ગુજરાતમાં દસ્તક દેશે ચોમસુ?
બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં પણ 10 જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.
આ પણ વાચો : 4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીનું આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી : ત્યારે આ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે, આજથી દેશમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે કેરેલમાં ચોમાસુ વહેલુ શરૂ થયું છે એટેલે ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ સામાન્ય કરતા એક દિવસ વહેલું એટલે કે, ગુજરાતમાં 14 જૂને ચોમાસું આવવાની શક્યતા છે.
આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી
14 થી 25 જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદ! – પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાના પ્રારંભ થઈ શકે છે. 14 થી 25 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. 14 થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. 14 થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 5 થી 8 પ્રિમોન્સૂનના ભાગ રૂપે વરસાદી ઝપટા પડી શકે અને આ વખતે સમાન્ય કરતા વહેલુ ચોમાસુ આવી શકે છે. વધુમાં કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 98 થી 108 ટકા વરસાદ પડી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં પણ 10 જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.