વરસાદ નક્ષત્ર 2024 : ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે? તેનું વાહન કયું છે?

વરસાદ નક્ષત્ર 2024 : આજની આ મહત્વની પોસ્ટમાં વરસાદના નક્ષત્ર 2024 અને તેના વાહન અંગેની વાત કરવાના છીએ. જેમાં ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે?  તેનું વાહન કયું છે? એ અંગેની માહિતી વિસ્તારથી મેળવીએ.

Paresh Goswami

આદ્રા નક્ષત્ર

સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ શેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/06/2024 ના રોજ થશે. સૂર્યનારાયણ રાત્રે 12 વાગીને 18 મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે.

પુનર્વસુ નક્ષત્ર

સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ જેઠવદ અમાસને શુક્રવાર તારીખ – 05/07/2024 ના રોજ થશે. સૂર્યનારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11-00 વાગે ને 52 મીનીટે થશે. આ નક્ષત્રનું વાહન અશ્વ છે.

પુષ્ય નક્ષત્ર

વરસાદ નક્ષત્ર 2024 : સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અષાઢ સુદ 13ને શુક્રવાર તારીખ – 19/07/2024 ના રોજ થશે. સૂર્યનારાયણનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11 વાગીને 52 મિનિટે થશે. પુષ્ય નક્ષત્રનું વાહન મોર છે.

આશ્લેષા નક્ષત્ર

સૂર્યનો આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ અષાઢવદ 13ને શુક્રવાર તારીખ – 02/08/2024 ના રોજ થશે. સૂર્યનારાયણનો આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ 11 વાગીને 17 મિનિટે થશે. આશ્લેષણ નક્ષત્રનું વાહન હાથી છે.

આ પણ વાચો : આશ્લેષા નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટોલો વરસાદ પડશે? લોકવાયકા અને વરસાદના યોગ

મઘા નક્ષત્ર

સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ સુદ 11ને શુક્રવાર તારીખ 16/08/2014 ના રોજ થશે. આ નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ સાંજના 7 વાગીને 55 મિનિટે થશે. મઘા નક્ષત્રનું વાહન મોર છે.

આ પણ વાચો : મઘા નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેવો વરસાદ રહેશે? મઘા નક્ષત્રમાં ભડલી વાક્યો અને વરસાદના યોગ

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર

સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણવદ 12ને શુક્રવાર તારીખ – 30/08/2024 ના રોજ થશે. આ નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ બપોરે 3 વાગીને 57 મિનિટે થશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો વાહન અશ્વ છે.

આ પણ વાચો : પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોક વાયકા અને વરસાદના યોગ

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર

સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા સુદ 10ને શુક્રવાર તારીખ – 30/08/2024 ના રોજ થશે. આ નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશનો સમય સવારે 9 વાગીને 45 મિનિટે થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો વાહન અશ્વ છે.

આ પણ વાચો : ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

હસ્ત નક્ષત્ર

સૂર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા વદ 9ને ગુરૂવાર તારીખ – 27/09/2024 ના રોજ થશે. આ નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ રાત્રે 1 વાગીને 21 મિનિટે થશે. હસ્તનક્ષત્રનું વાહન ઉંદર છે.

હસ્તે નક્ષત્રને આપણે હાથીયો નક્ષત્ર પણ કહીએ છીએ.

ચિત્રા નક્ષત્ર

સૂર્યનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ આસોદ સાતને ગુરુવાર તારીખ – 10/10/2024 ના રોજ થશે ચિત્રાના ક્ષેત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ બપોરે 2-00 વાગીને 17 મિનિટે થશે આ નક્ષત્ર નું વાહન મહિષી છે.

સ્વાતિ નક્ષત્ર

સૂર્યનો સ્વાતિય નક્ષત્રમાં પ્રવેશ આસો 7ને બુધવારે તારીખ – 23/10/2024 ના રોજ થશે. આ આ નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ રાત્રે 12 વાગીને 53 મીનીટે થશે. સ્વાતિ નક્ષત્રનું વાહન દેડકો છે.

વરસાદ નક્ષત્ર 2024

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હસ્ત નક્ષત્ર કયારે બેસે છે?

સૂર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા વદ 9ને ગુરૂવાર તારીખ – 27/09/2024 ના રોજ થશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment