પરેશ ગોસ્વામીની દેશી પદ્ધતિથી ચોમાસાનો વરતારો, આવનારું ચોમાસું કેવું જશે?

Paresh Goswami Monsoon Prediction : ગુજરાત રાજ્યમાં આ વખતે જોઈએ એટલી ઠંડી પડી નથી. ફેબ્રુઆરી મહિનામાં જ ઠંડી ઓછી થઈ રહી છે અને ધીરે ધીરે ઠંડી વિદાય લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કશ કાતરાના આધારે આગામી ચોમાસુ કેવું રહેશે તે અંગેની આગાહી જાહેર કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, કશનું પ્રમાણ ઓછું રહ્યુ છે તેના કારણે ચોમાસુ પણ નબળું રહી શકે છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની નવી આગાહીમાં જણાવ્યુ છે કે, આકાશમાં કશ થાય છે. કારતક મહિનાની એકમ અને ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લિસોટા જેવા વાદળ થાય, કશ થાય છે તેના આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.

આ પણ વાચો : માવઠું ઘાત બની ત્રાટકશે! આંધી-વંટોળ ની અંબાલાલ પટેલની આગાહી

આ વખતનું ચોમાસુ કેવું રહેશે?

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, 11 ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કશનું પ્રમાણ છે તે નબળું જોવા મળ્યું છે. પરંતુ એવું માનવાની જરૂર નથી કે, કશ નબળા રહ્યા હોય તો ચોમાસુ પણ નબળું જ થશે. પરેશ ગોસ્વામી એ કીધુ કે, મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસુ સારું જ રહેશે.

આ પણ વાચો : 15 ફેબ્રુઆરી સુધી ગુજરાતનુ કેવુ રહેશે હવામાન, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 20 ફેબ્રુઆરી સુધી જે કશ થશે તે ફાયદારૂપ થશે પરંતુ તે પછીના કશ ગેરફાયદારૂપ થઈ શકે. આ કશને કારણે જે અંતમાં પાકને લાભ મળવો જોઈએ તે મળી જશે. પરંતુ 20 ફેબ્રુઆરી પછીના કશના વરસાદ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી – Paresh Goswami Monsoon Prediction

હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માએ જણાવ્યુ છે કે, આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહી શકે છે. આગામી 5 દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેમાં જમીન પર થોડી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે. મહત્તમ તાપમાન ધીરે ધીરે વધી રહ્યુ છે. પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થશે. મંગળવારે ગુજરાતનું સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં 12.5, ડીસામાં 13.4, અમદાવાદમાં 14 ડિગ્રી, રાજકોટ અને વડોદરામાં 15.8 અને સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમને જણાવ્યા પ્રમાણે, અમદાવાદનું લઘુતમ તાપમાન 14.0 જ્યારે મહત્તમ તાપમાન 33.4 નોંધાયું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, પવનની દિશા બદલાતા લોકોને અનુભવાઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

Paresh Goswami Monsoon Prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આ વખતનું ચોમાસુ કેવું રહેશે?

11 ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કશનું પ્રમાણ છે તે નબળું જોવા મળ્યું છે. પરંતુ એવું માનવાની જરૂર નથી કે, કશ નબળા રહ્યા હોય તો ચોમાસુ પણ નબળું જ થશે. પરેશ ગોસ્વામી એ કીધુ કે, મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસુ સારું જ રહેશે

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment