પરેશ ગોસ્વામીની વાવાઝોડા અંગે મહત્વની આગાહી! ગુજરાતના કયા જીલ્લામાં વરસાદની શક્યતા?

પરેશ ગોસ્વામીની હવામાન અંગેની આગાહી – Paresh Goswami

હવામાન નિષ્ણાત એવા Paresh Goswami દ્વારા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ઓછી હોવાનું જણાવીને આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની શકયતાઓ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા સક્રિય થવાની પરિસ્થિતિ અંગે પણ વાત કરીને કેટલીક જરુરી માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને તેવામાં સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે તે મુજબનું જ હવામાન છે. શુક્રવારે રાત્રે કરેલી આગાહીમાં તેમણે ગુજરાતના હવામાન અંગે વઘુ કેટલીક વિગતો આપી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે, નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે, રાજ્યના લગભગ 60 થી 65% ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, આમ છતાં કેટલાક ભાગોમાં ચોમાસું એક્ટિવ છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે. આવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે, અને તેમાંથી રાહત મેળવવા માટે એક મહિનાની રાહ જોવી પડશે.

આ પણ વાચો : અચાનક સર્જાયું ચક્રવાત! આ 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ

પરેશ ગોસ્વામીની વાવાઝોડાની મોટી આગાહી – Paresh Goswami

5 નવેમ્બર સુધી ગરમી, ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38-39 ડિગ્રી સુધી જવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું સક્રિય થઈ શકે છે.

આ પણ વાચો : ઓક્ટોમ્બરમાં વાવાઝોડા સાથે ગુજરાતમાં ત્રાટકશે ભારે વરસાદ, તારીખ નોંધી લેજો, અંબાલાલ પટેલની આગાહી

તેમણે કહ્યું કે, આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોનસુન સાઈક્લોન તરીકે ઓળખવામાં આવે છે, જોકે, પોસ્ટ મોનસુન સાઈક્લોનની લેન્ડ ફોલિંગની સંભાવનાઓ ઓછી હોય છે, જોકે, કુદરતી પ્રક્રિયામાં કેટલાક અપવાદ બનતા હોય છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વધુમાં જણાવે છે કે, હાલ સાઈક્લોન બનશે તેવી કોઈ ચોક્કસ આગાહી કરી શકાય નહીં, તેના માટે હજુ સમય છે. જોકે, તે માટેના પરિબળો સક્રિય થઈ રહ્યા છે.

પરેશ ગોસ્વામીની તાપમાન અંગેની આગાહી

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જવાના કારણે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના અંતમાં અને બીજા અઠવાડિયાની શરુઆતમાં એટલે કે 8-9 તારીખથી ચારથી પાંચ દિવસ પોસ્ટ મોનસુન વરસાદ થઈ શકે છે.

આ પણ વાચો : આ તારીખે મેઘરાજા ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

ગુજરાતના કયા જીલ્લામાં વરસાદની શક્યતા?

8 થી 9 તારીખો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. બાકીના વિસ્તારોમાં શક્યતાઓ ખુબ જ ઓછી છે.

Paresh Goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતના કયા જીલ્લામાં વરસાદની શક્યતા?

8 થી 9 તારીખો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. બાકીના વિસ્તારોમાં શક્યતાઓ ખુબ જ ઓછી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment