Cyclone Alert : ગુજરાતમાં હવે લગભગ ચોમાસુ વિદાય પર છે. આ તરફ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 16 થી 22 ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમા ફેરફાર થઈ શકે છે. આગામી 7 થી 12 તારીખમાં અરબી સમુદ્રમા હલચલ જોવા મળી શકે છે, જેના કારણે રાજ્યનાં કોઈ ભાગોમાં વરસાદ થઈ શકે છે.
આ પણ વાચો : વરસાદ અને ગરમીનો થશે તાંડવ, હવામાન વિભાગની મહાભયંકર આગાહી
અંબાલાલની ઓક્ટોમ્બર વાવાઝોડાની આગાહી – Cyclone Alert
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 16 થી 22 તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે. આ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે. આ તરફ ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની પણ આગાહી કરાઈ છે. આ સાથે આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળી શકે છે.
આ પણ વાચો : બે-બે વાવાઝોડા આવશે? રાજ્યના હવામાનમાં પલટો લાવશે, જાણો અંબાલાલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગે શું કરી છે આગાહી?
imd ના જણાવ્યા અનુસાર, રાજ્યના અમુક જિલ્લાઓમા સુકુ વાતાવરણ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને કરછ માટે આગામી સાત દિવસ સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમા વરસાદની આગાહી નહીવત્ જણાવી છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : અચાનક સર્જાયું ચક્રવાત! આ 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ
ગરમીનું પ્રમાણ વધી શકે – Cyclone Alert
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતુ કે, અમદાવાદમાં હાલ 34.2 અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલની સ્થિતી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી અમદાવાદમાં જણાતી નથી. જોકે આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન સરખુ જોવા મળી શકે છે. જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
રાજ્યના અમુક જિલ્લાઓમા સુકુ વાતાવરણ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને કરછ માટે આગામી સાત દિવસ સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે.