Monsoon 2024 : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેરળમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે. કેમ કે, આ વખતે ચોમાસું સારું અને લાંબું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હાલ ચોમાસુ ક્યાં પહોચ્યું?
સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું દસ્તક દેતું હોય છે, ત્યારે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે કે, દેશમાં ચોમાસાએ દસ્તક આપી છે. હાલ ચોમાસું કેરળ પહોંચ્યું છે. આ વખતે ચોમાસું કેરળમાં બે દિવસ વહેલું પહોંચ્યું છે. વિવિધ અનુમાનો મુજબ, આગામી 7 અને 8 તારીખ સુધી ચોમાસું મુંબઇ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ લગભગ અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે.
આ પણ વાચો : 4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આ વર્ષે ચોમાસાએ અનોખી રીતે એન્ટ્રી કરી છે. દર વખતે ચોમાસું કેરળ થી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે દસ્તક આપી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ જોવા મળી રહી છે.
હવામાન વિભાગનું અનુમાન
Monsoon 2024 : હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં જે અનુમાન લગાવ્યું હતું તેમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ વખતે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.
આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી
નોંધનીય છે કે, ગત વર્ષે એટલે કે 2023માં ભારતમાં ચોમાસા એ આઠ દિવસ મોડી દસ્તક આપી હતી. ગત વર્ષે 8 જૂને ચોમાસાએ દસ્તક આપી હતી. જેના કારણે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું મોડું પહોંચ્યું હતું. આવામાં ચાલુ વર્ષે ચોમાસાએ સમય કરતાં બે દિવસ પહેલા દસ્તક દેતાં ગુજરાત સુધી ચોમાસું સમયસર પહોંચે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું દસ્તક દેતું હોય છે, ત્યારે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે કે, દેશમાં ચોમાસાએ દસ્તક આપી છે.