Paresh Goswami : ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોને તાપ આકરો લાગી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં હાલ મિક્સ ઋતુનો અનુભવ થશે તે જણાવ્યું છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આવનારા પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં.
આ પણ વાચો : માવઠું ઘાત બની ત્રાટકશે! આંધી-વંટોળ ની અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે. નોંધનીય છે કે, હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે સૂકું હવામાન જોવા મળે છે.
પરેશ ગોસ્વામીની આગાહી – Paresh Goswami
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે આવ્યા છે. આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. આ વિદાયની શરૂઆત 10થી 12 દિવસ ચાલશે. એટલે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યું છે. હાલ તાપમાન ઊંચું ગયું છે પરંતુ વચ્ચે વચ્ચે ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે રાત્રિના સમયે શિયાળા જેવો અનુભવ થાય છે. જેના કારણે મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આવા મોસમમાં સમાજમાં શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે.
આ પણ વાચો : 15 ફેબ્રુઆરી સુધી ગુજરાતનુ કેવુ રહેશે હવામાન, પરેશ ગોસ્વામીએ કરી આગાહી
પરેશ ગોસ્વામીએ પવનની વાત કરતા જણાવ્યું છે કે, આવનારા 10 દિવસમાં પવન અસ્થિરતાભર્યા રહેશે. પવનની દિશા વારંવાર બદલાતી રહેશે. અસ્થિરતાવાળા પવનોને કારણે આવનારા દિવસોમાં ક્યાંક કાતરા જોવા મળશે તો ક્યાંક ઘાટા વાદળો પણ જોવા મળશે અને ક્યાંક ઝાકળ વર્ષા પણ જોવા મળશે. પવનની સ્પીડ નોર્મલ નજીક રહેશે. ફેબ્રુઆરી મહિનામાં રાતના સમયે ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને વહેલી સવારે પણ ઠંડીનો અનુભવ રહેશે. દિવસનું તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જે બાદ 35 ડિગ્રી તાપમાન પણ ક્રોસ થઈ જશે. દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા ઉપરાંતના મોટાભાગના વિસ્તારોમાં 35 ડિગ્રીથી તાપમાન વધારે રહેશે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
11 ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કશનું પ્રમાણ છે તે નબળું જોવા મળ્યું છે. પરંતુ એવું માનવાની જરૂર નથી કે, કશ નબળા રહ્યા હોય તો ચોમાસુ પણ નબળું જ થશે. પરેશ ગોસ્વામી એ કીધુ કે, મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસુ સારું જ રહેશે