meteorological department : આજે હવામાન ખાતાની આગાહી સામે આવી છે, જે અનુસાર, આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. નવરાત્રી પૂરી થઈ ગયા પછી હવે ફરી એકવાર હવામાન ખાતાની વરસાદની આગાહી સામે આવી છે. હવામાન ખાતા દ્વારા આજે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આજે રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
સમગ્ર રાજ્યમાં પડશે વરસાદ! – meteorological department
રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. હવામાન ખાતાની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અને ગાંધીનગર જિલ્લાઓમાં વરસાદની પડવાની સંભાવના છે. જયારે મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડશે.
આ પણ વાચો : આજે ક્યાં ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો આજની લેટેસ્ટ આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ! – meteorological department
દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, પોરબંદર, મોરબી અને દ્વારકામાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક દિવસ અગાઉ ગુજરાતમાં હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર એક્ટિવ થયું છે. જેને લઈ હવે હવામાન ખાતાએ સમગ્ર ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમની આગાહી કરી હતી. સાથે જ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી.
આ પણ વાચો : આજે 9 જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
તા.12-16 માં ભારેથી અતિભારે વરસાદ પડશે? – meteorological department
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 12 થી 16 ઓક્ટોબર દરમિયાન 10 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં 13 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 12 થી 16 ઓક્ટોબર દરમિયાન 10 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.