rain forecast : રાજ્યમાં હાલ ચોમાસાની વિદાય થઈ રહી છે. ત્યારે અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : 16 થી 22 તારીખમાં ભારે માવઠાની આગાહી, તો ઠંડીની શરૂઆત ક્યારે થશે? અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ બની છે. જે હાલ ડિપ્રેશનની સ્થિતિમાં છે.
આગામી 24 કલાક ભારે વરસાદ! – rain forecast
આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, આગામી 2 દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
આ પણ વાચો : રાજ્યભરને ઘમરોળશે મેઘરાજા, બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદનું હવામાન કેવું રહેશે?
અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવ્યું છે કે, શહેરમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે શહેરનું તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું છે. જે નોર્મલથી નીચું તાપમાન ઓછું છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવ્યું છે કે, શહેરમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે શહેરનું તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું છે. જે નોર્મલથી નીચું તાપમાન ઓછું છે.