Heavy rain forecast : હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 18, 19 અને 20 તારીખ માટે વરસાદની આગાહી કરી છે.
18 તારીખે ક્યાં ક્યાં આગાહી
18 તારીખ ના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, છોટાઉદેપુર અને દાહોદમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે 29 જિલ્લામાં ભુક્કા કાઢશે વરસાદ! હવામાન વિભાગની આગાહી
19 તારીખના રોજ ક્યાં ક્યાં આગાહી
19 તારીખના રોજ અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને કચ્છમાં છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 16, 17 અને 18 તારીખમા ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની શક્યતા?
20 તારીખના રોજ ક્યાં ક્યાં આગાહી
20 તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલ ની નવી આગાહી
Heavy rain forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ થવાના લીધે આજે ચોમાસાની ગતિને વેગ મળવાની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળના સાગરમાં લો પ્રેશર બનતા હવે ચોમાસુ ગતી પકડશે. 19 તારીખ સુધીમાં ઓપરેશન બનવાની શક્યતા છે. 18 થી 22 જૂનમાં ભારે આંચકાના ફુગાવાની પણ શક્યતા છે. આ સાથે દક્ષિણ ગોળાર્ધમાંથી આફ્રિકાથી અરબ સાગર પરથી તે જ પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાચો : આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીની નવી આગાહી
20 થી 28 તારીખમાં અતિભારે વરસાદની આગાહી
આ સાથે અંબાલાલે આગાહી કરી છે કે, 28 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. કોઈ કોઈક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. 20 થી 28 તારીખમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. કોઈ ભાગમાં ભારે વરસાદ તો અમુક ભાગમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. ગુજરાતના મોટાભાગના વરસાદ આદરા નક્ષત્રમાં થતા હોય છે. 20 થી આ વહન જબરુ હશે. 20 થી 28 માં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની પણ શક્યતા રહેશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ થવાના લીધે આજે ચોમાસાની ગતિને વેગ મળવાની શક્યતા છે.