Heavy rain forecast : આજે 8 તારીખના રોજ ગુજરાતના 8 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.
આજે કયા કયા જિલ્લામાં આગાહી
આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી
આવતી કાલે ક્યાં કયાં વરસાદની આગાહી
Heavy rain forecast : આવતીકાલે 9 તારીખના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદયપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે. ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્યગુજરાતના ભાગોમાં પહોચશે. અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઉભુ થઇ રહ્યુ છે. જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |