ક્યાં ક્યાં જિલ્લાઓમાં માવઠા ચાલુ રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની ભારે આગાહી

Ambalal Patel prediction : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ માં અચાનક ફેરફાર આવતા અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગઈકાલે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 22 થી 26 તારીખમાં ભારે ચક્રવાત સર્જાશે, અંબાલાલ પટેલની ભુકકા બોલાવે તેવી આગાહી

શું વાવાઝોડું આવી શકે?

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દેશમાં આગામી સમયમાં એક પછી એક વાવાઝોડાને કારણે માવઠા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને આગામી બે દિવસ પછી એટલે કે 22 ઓકટોબરથી એક સાયકલોનિક સર્ક્યુલેશન અંદમાન નિકોબાર ટાપુમાં બનશે. આ સર્ક્યુલેશનને કારણે વાવાઝોડું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાની ગતિ 100Km થી 120Km પ્રતિ કલાકની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના વાવાઝોડાની અસર મધ્યપ્રદેશ સુધી તેમજ પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળશે.

આ પણ વાચો : આજે ગુજરાતના 5 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

શું ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે?

Ambalal Patel prediction : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં દિવાળીના તહેવાર સમયથી જ ઠંડીની શરુઆત થઈ જશે અને 12 નવેમ્બરની આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે. જેની અસરથી ઉત્તર ભારતમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. રાજ્યમાં 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડી શકે છે!

હવામાન ખાતાની વરસાદ અંગેની આગાહી – Ambalal Patel prediction

બીજી તરફ હવામાન ખાતા દ્વારા પણ આગામી બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચોમાસાની વિદાઈ પહેલા ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : આજે 18 જિલ્લામાં વરસાદ બોલાવશે બઘડાટી, 3 દિવસ ભારે આગાહી

ક્યાં વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના?

હવામાન ખાતાએ જણાવ્યું છે કે અરબી સમુદ્ર માંથી પસાર થતી સિસ્ટમની અસરને કારણે વરસાદ આવી શકે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી આસપાસ રહી શકશે. શનિવારે પણ બપોરના સમયે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે અચાનક વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે ગરમીથી લોકોને રાહત મળી હતી.

ગુજરાતમાં કયાં વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર? – Ambalal Patel prediction

હવામાન ખાતા દ્વારા હજી આજે પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને કારણે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Ambalal Patel prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યાં વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના?

હવામાન ખાતાએ જણાવ્યું છે કે અરબી સમુદ્ર માંથી પસાર થતી સિસ્ટમની અસરને કારણે વરસાદ આવી શકે તેવી શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment