Ambalal Patel : ગુજરાત સહીત દેશભરમાં ચોમાસાના વિદાયની વાતો વચ્ચે ફરી હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે. આગામી 5 દિવસ માટે દેશમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ રહી છે. હવામાન વિભાગનું માનીએ તો બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે. જેની અસર દેશના 13 રાજ્યો પર થઈ શકે છે. આ સાથે કેટલાય રાજ્યોમાં 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
આ પણ વાંચો : વરસાદ અને ગરમીનો થશે તાંડવ, હવામાન વિભાગની મહાભયંકર આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉતર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા સિક્કિમ, પુડુચેરી, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તો ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 8 ઓક્ટોબર સુધી ચક્રવાત અસર જોવા મળી શકે છે.
આ પણ વાચો : બે-બે વાવાઝોડા આવશે? રાજ્યના હવામાનમાં પલટો લાવશે, જાણો અંબાલાલની ચોંકાવનારી આગાહી
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ ? Ambalal Patel
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રનાં દક્ષિણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે. ઓક્ટોબર મહિનામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.
આ પણ વાચો : 4-5 તારીખમાં વરસાદની શકયતા? અંબાલાલ પટેલે આગમી ચાર દિવસની કરી વરસાદની આગાહી
7 થી 12 ઓક્ટોબરમાં અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યકત કરી છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સાથે સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ! Ambalal Patel
5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની સંભાવના છે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ઓક્ટોબરના વરસાદથી પણ થશે ફાયદો. વરસાદના કારણે જમીનનો ભેજ વધશે. જેના કારણે શિયાળામાં ઉગાડવામાં આવતા પાકને ફાયદો થશે.