સાવધાન! વાવાઝોડું આવી રહ્યું છે, હવામાન વિભાગની મોટી ચેતવણી, ગુજરાતને થાશે ભયંકર અસર?

ક્યાં અને ક્યારે આવશે વાવાઝોડું? – Alert cyclone is coming

Alert cyclone is coming : હવામાને તેના તેવર બતાવવાનું શરૂ કર્યું અને ઘણા બધા  રાજ્યોમાં ભારે વરસાદ થયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે, જેના કારણે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં વાવાઝોડું અને હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. આ સંદર્ભે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વોત્તર બાંગ્લાદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે, જેના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશમાં 10 થી 15 ફેબ્રુઆરી સુધી વાદળો અને હિમવર્ષા જોવા મળશે. 11-13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Paresh Goswami

ક્યાં ક્યાં આવશે વરસાદ? – Alert cyclone is coming

ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 10-14 ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ અને હિમવર્ષા થશે. પૂર્વોત્તર આસામમાં 10-14 ફેબ્રુઆરી અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 10-12 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અફઘાનિસ્તાનમાં અને તેની આસપાસ સક્રિય છે, જેના કારણે ઉત્તરપૂર્વ ભારતમાં દરિયાની સપાટીથી 12.6Km ઉપર કલાકના 203Km (110 નોટ)ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

આ પણ વાચો : માવઠું ઘાત બની ત્રાટકશે! આંધી-વંટોળ ની અંબાલાલ પટેલની આગાહી

આ અસરને કારણે પૃથ્વી પર ઠંડી વધશે. તેની અસરને કારણે, 10-11 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં તીવ્ર વાવાઝોડા અને પવન સાથે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલય પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે.

ફરી હાડ થીજવતી ઠંડી પડશે?

હવામાન ખાતાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. જેના કારણે દેશના 10 રાજ્યોમાં વરસાદ સાથે શીત લહેર જોવા મળી શકે તેવી શક્યતા છે. દિલ્હીથી અરુણાચલ પ્રદેશ સુધી વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, હિમાયલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે. સિક્કિમ, મેઘાલય અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જ્યાં દૃશ્યતા 50-199 મીટરની વચ્ચે નોંધાઈ હતી. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશામાં 9-10 ફેબ્રુઆરીએ સવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે.

આ પણ વાચો : તૈયાર થઈ જાવ! હવે ગુજરાતના હવામાનમાં કેવી નવાજૂની થશે? અંબાલાલ પટેલની આગાહી

ભયંકર પવન ફૂંકાશે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે દેશના 10થી વધુ રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 8 ફેબ્રુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજે ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. પાકિસ્તાન ઉપર રચાયેલી પ્રેશર પૂર્વ તરફ આગળ વધશે, જેના કારણે ભારતમાં હવામાન પલટાશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અને તેની આસપાસ દોઢ કિલોમીટર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષા પડવાની સંભાવના છે. સિક્કિમ, ઉત્તરપૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે. 11 અને 12 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. 10 ફેબ્રુઆરી સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશાના છૂટાછવાયા ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. પશ્ચિમ મધ્યપ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં શું અસર પડશે?

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આગામી 2 દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15Km પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15Km પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15Km પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16Km પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15Km પ્રતિ કલાકની રહેશે. 8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે. બદલાતા વાતાવરણની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી સંભાવના છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Alert cyclone is coming

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યાં ક્યાં આવશે વરસાદ?

ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 10-14 ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ અને હિમવર્ષા થશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment