Heavy rain : ગુજરાતમાં બફારા વચ્ચે ચોમાસાના દસ્તકની રાહ જોવાઇ રહી છે. જોકે, આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. જેમાં આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે, તે અંગે પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
Heavy rain : હવામાન વિભાગે આગામી 5 દિવસના હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત માટે આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
સાથે જ આ 4 દિવસ દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે તેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં શક્યતા છે.
5 દિવસ રહેશે વરસાદની શક્યતા!
પાંચમા દિવસ માટે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર રિઝનના જે વિસ્તારોમાં હળવા વરસાદ શક્યતા છે, તેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમેરલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દીવમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : આજે આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.