Cyclone Remal : 120 કિમીની સ્પીડથી કયા-કયા રાજ્યોમાં તોફાન મચાવશે? વાવાઝોડું રેમલ ક્યાં પહોંચ્યું?

Cyclone Remal : ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારે ટકરાઈ શકે છે. વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર તરફ આગળ જઈ રહ્યું છે, જે ચક્રવાતમાં ફેરવાશે અને આજે રાત સુધીમાં ગંભીર રૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવની શક્યતા છે.

Paresh Goswami

ગુજરાત પર આ વાવાઝોડાની ખૂબ ઓછી અસર જોવા મળશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદની શક્યતા છે.

26 અને 27માં ભારે ચેતવણી

Cyclone Remal : હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની બુલેટિન ચેતવણી જારી કરાઈ છે. ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં 27 અને 28 મેના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દરિયામાં હાજર માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં દરિયો ન ખેડવા જવાનું સલાહ આપવામાં આવી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની 26 થી 4 જૂનમાં ભારે વરસાદની આગાહી

વાવાઝોડાની 100 થી 110 કિમીની ઝડપ

હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ દક્ષિણ 24 પરગણામાં 100 થી 110 કિમી પ્રતિ કલાક કલાક ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે, તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ, 3 તબક્કામાં વાવણી, જાણો ગુજરાતમાં વરસાદ કેવો રહેશે

આ સિઝનનું પ્રથમ ચક્રવાત છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની પદ્ધતિ મુજબ તેનું નામ રેમલ આપવામાં આવ્યું છે. આ નામ ઓમાન દ્વારા ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં નામકરણની સિસ્ટમ અનુસાર આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાઓમાં સ્થાનિક પૂર અને માળખાં, પાવર અને ટેલિફોન વાયર, પાકા રસ્તાઓ, પાક અને બગીચાને વ્યાપક નુકસાનની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાચો : આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો, અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી

IMD જણાવ્યા અનુસાર, દરિયાની સપાટીના ગરમ તાપમાનનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ રહે છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે નીચા દબાણને ચક્રવાતમાં ફેરવવા માટે, સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જોઈએ. બંગાળની ખાડીમાં દરિયાની સપાટીનું તાપમાન હાલમાં 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી છે.

Cyclone Remal

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વાવાઝોડાની 100 થી 110 કિમીની ઝડપ

હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment