Forecast of heavy rain : વાવાઝોડું ‘રેમાલ’ રવિવારે એટલે કે આજે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. અધિકારીઓએ આ વાવાઝોડા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોલકાતા એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરવાનો આદેશ જાહેર કરાયો છે. આ તોફાનના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશામાં ભારે વરસાદ સાથે 130 કિમીની ઝડપે વવઝોડું ત્રાટકી શકે છે.
ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર!
ભારતીય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા અને પૂર્વ મિદનાપુર સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠે અથડાતા ચક્રવાતી તોફાન ‘રેમાલ’ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.
આ પણ વાચો : આજે રાત્રે ત્રાટકશે ભયંકર વાવાઝોડું: 2 દિવસ આ વિસ્તારો સાવધાન
ક્યાં ક્યાં વરસાદની શક્યતા?
Forecast of heavy rain : હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં આવેલા આ વાવાઝોડાને કારણે આસપાસના રાજ્યોમાં હવામાનમાં ફેરફાર આવશે.
તેની અસર મુખ્યત્વે બિહાર અને ઓડિશામાં જોવા મળી શકે છે. અહીંના લોકોને ગરમીથી રાહત થશે, કારણ કે તાપમાનમાં ભારે ઘટાડો થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની 26 થી 4 જૂનમાં ભારે વરસાદની આગાહી
26 મી મેના રોજ મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્રતાના કારણે ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની સંભાવના છે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવી શકે છે. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા રહેલી છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આગમન થઇ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.