કપાસના પાકનું વાવેતર કરતા પહેલા ખાસ વાંચી લેજો, તો નહીં છેતરાશો

planting cotton crop : રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બિયારણની ખરીદી માત્ર ને માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી અથવા સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી સૂચન.

આ પણ વાચો : આજે જીરુમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ

હવામાન ખાતા ની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત  તા- 19 જૂન થી ચોમાસા ની સિઝન શરૂ થઈ શકે છે. ખેતી નિયામકની કચેરીની માર્ગદર્શિકા અનુસાર કપાસ પાકના આગોતરુ  જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા વધુ રહેલ છે. ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર ને માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી જોઈએ નહી.

આ પણ વાચો : દુનિયાની સૌથી મોંઘી કેરી : એક કેરીની કિંમત રૂ.12,000, ખાલી રાજા-મહારાજા માટે ઉગાડવામાં આવે છે

કપાસ ના પાકના આગોતરા વાવેતરને લઈ માર્ગદર્શિકા જાહેર

વધુમાં જણાવ્યા અનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી વગેરે બાબત ની જરૂરી તમામ માહિતી રાખવી જોઈએ. રાજ્યમાં કપાસ ના પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ તમામ  જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય.

આ પણ વાચો : આજે ચણામાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ

અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં

planting cotton crop : આ ઉપરાંત ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા અનુરોધ કરવામાં આવ્યું છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાનમાં આવે તો નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવો, તેમજ ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

planting cotton crop

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
કપાસ ના પાકના આગોતરા વાવેતરને લઈ માર્ગદર્શિકા જાહેર

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી વગેરે બાબત ની જરૂરી તમામ માહિતી રાખવી જોઈએ.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment