નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો પરેશ ગોસ્વીમીએ શું કહયુ?

Paresh Goswimi prediction : આખા ગુજરાતમાંથી ચોમાસાને જતા સમય લાગશે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણિયા ઝાપટાંઓ પણ જોવા મળશે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતા પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે. બીજી બાજુ ગુજરાતમાં 3 ઓક્ટોબરના રોજ નવરાત્રિના તહેવારની શરૂઆત થ. ત્યારે ગુજરાતીઓને એક જ ચિંતા છે કે, નવરાત્રિમાં વરસાદ રાસ-ગરબા રમવા દેશે કે નહીં? ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતા થોડી વાર લાગશે! એટલે નવરાત્રિમાં તો છૂટાછવાયા વરસાદ થવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : ફરી વરસાદને લઈને એલર્ટ! આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી – Paresh Goswimi prediction

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પહેલી ઓક્ટોબરની રાતે પોતાની ‘યુ ટ્યુબ’ ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ધીરે-ધીરે ચોમાસાની વિદાય થઈ રહી છે. આ વિદાયની શરૂઆત થઈ છે પરંતુ આખા ગુજરાતમાંથી ચોમાસું જતા થોડો સમય લાગશે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણીયા વરસાદી ઝાપટાંઓ પણ જોવા મળશે. હજી ચાર-પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતા નથી. આ સાથે ગરમીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. તાપમાન પણ ઊંચું જશે. આ ઊંચા તાપમાનને કારણે ભેજ ઉત્પન્ન થશે અને તેને કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

આ પણ વાચો : રાજ્યમાં 2 દિવસ છૂટાછવાયો વરસાદ પડશે! જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ક્યાં વિસ્તારોમાં વરસાદ પડી શકે? – Paresh Goswimi prediction

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી આ સાથે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ જેવા વિસ્તારોની સાથે પોરબંદરના વિસ્તારોમાં પણ છૂટા છવાયા વરસાદ જોવા મળી શકે છે. આ સૌરાષ્ટ્રના તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોનું તાપમાન પણ વધી શકે છે.

આ પણ વાચો : વાવાઝોડું બનશે સાથે ભારે પવન અને વરસાદ થશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

આ સાથે તેમણે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં ચોક્કસ વરસાદ પડશે. ઓક્ટોબરમાં મંડાણિયા વરસાદી ઝાપટાં થશે એટલે કે, ઘણાં જ છૂટાછવાયા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.

વાવાઝોડું આવી શકે, કે નહીં?

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વધુમાં એ જણાવ્યું છે કે, અત્યારે બંગાળની ખાડી અને અરબસાગર માંથી કોઈ સિસ્ટમ આવવાની નથી. જે સિસ્ટમ હતી તેની અસર 30, સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ ગયેલ છે. જેથી આવા છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ કોઈ મોટા વરસાદની શક્યતા નથી.

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે, 7-8 ઓક્ટોબરથી ભૂર પવનોની શરૂઆત થઈ જશે. હાલ મંડાણીયા વરસાદી ઝાપટાં પડી શકે. જેથી ખેડૂત મિત્રોને હવે ખરીફ પાકને કાઢવો હોય તો હવે કાઢી શકે છે. આ સાથે તેમણે એમ જણાવ્યું છે કે, નવરાત્રિ પૂરી થાય ત્યાં સુધી ગુજરાત પરથી ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લેશે તેવું અનુમાન છે.

Paresh Goswimi prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વાવાઝોડું આવી શકે, કે નહીં?

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વધુમાં એ જણાવ્યું છે કે, અત્યારે બંગાળની ખાડી અને અરબસાગર માંથી કોઈ સિસ્ટમ આવવાની નથી.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment