ક્યાં ભાગોમાં થઈ ચોમાસાની વિદાય? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

Paresh Goswami : ગુજરાતમા આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી રાહતના સમાચાર જોવા મળ્યા છે. હવે લાગે છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે. ગુજરાતના અમુક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે. તેમણે ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ અંગે આગાહી કરી છે. તેણે ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા છે કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે.

Paresh Goswami

ચોમાસું હજી પણ ગયું નથી!

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી પણ ચોમાસું સક્રિય છે. હજુ પણ 7 થી 8 તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ વરસાદ 7 થી 9 તારીખ સુધીમાં થઇ શકે છે.

આ પણ વાચો : 7 થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું લેટેસ્ટ અનુમાન

કઈ તારીખે થશે ચોમાસાની વિદાય? – Paresh Goswami

સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 5, ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઇ લેતું હોય છે. પણ આ વખતનું ચોમાસું લાંબુ છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી પણ ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની વાવાઝોડા અંગે મહત્વની આગાહી! ગુજરાતના કયા જીલ્લામાં વરસાદની શક્યતા?

ગુજરાતમાં ક્યાં ભાગોમાં થઈ ચોમાસાની વિદાય?

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ ચુકી છે. આ સાથે પશ્ચિમના અમુક વિસ્તારોમાંથી પણ નૈઋત્યુના ચોમાસાની વિદાય થઇ ચુકી છે.

આ પણ વાચો : આ તારીખે મેઘરાજા ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી – Paresh Goswami

ઘણા બધા લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે, પરંતુ હજી વાવાઝોડું સક્રિય થાય એવી કોઇ શક્યતા દેખાતી રહી નથી. એટલે હમણાં કોઇ વાવાઝોડું કે મોટા વરસાદની સંભાવના નથી. જેથી ખેડૂતમિત્રોએ પોતાનું કામ રાબેતા મુજબ કરવા અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ છે.

Paresh Goswami

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
કઈ તારીખે થશે ચોમાસાની વિદાય?

સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 5, ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઇ લેતું હોય છે. પણ આ વખતનું ચોમાસું લાંબુ છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી પણ ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment