શું આટલા વરસાદમાં વાવણી કરવી કે નહીં? પરેશ ગોસ્વામીએ આગાહી સાથે આપી ખેડૂતોને સલાહ

Paresh Goswami forecast : ગુજરાતમાં થોડા દિવસોથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નૈઋત્યનું ચોમાસું પણ 24 કલાકમાં ગુજરાતમાં દસ્તક દાઈ શકે છે. જેથી મોટાભાગના ખેડૂતોને એક વાતની ચિંતા છે કે, અમે વાવણી ક્યારે કરીએ તો અમને સારો પાક મળી સહકે? તો આ સંદર્ભે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અને વાવણી ક્યારે કરવી તે અંગે જણાવ્યું છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામીની વાવણીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી સોમવારે એક આગાહી વ્યકત કરી છે. જેમા જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. ચોમાસું ગુજરાતથી નજીક પહોંચ્યું છે. જેના કારણે ગરમી, ઉકળાટ અને બફારામાં પણ સતત વધારો અનુભવાઈ રહ્યો છે. આ ઉકળાટ દિવસેને દિવસે વધતો જવાની આગાહી કરી અને જૂન મહિનામાં આમાંથી કોઇ રાહત મળવાની શક્યતા ન હોવાનું જણાવ્યું છે.

આ પણ વાચો : આ તારીખથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા, વાવણીનો લઈ અંબાલાલ પટેલની આગાહી

ખેડૂતોને ખાસ સલાહ!

Paresh Goswami forecast : આ સાથે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપવા કહ્યું છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ પડી રહ્યો છે. જે ખેડૂતોના વિસ્તારમાં સવા બે કે અઢી ઇંચ વરસાદ પડ્યો અને વાવણીલાયક વરસાદ હોય તો તે ખેડૂતો વાવણી કરવાની સલાહ આપી છે.

આ પણ વાચો : આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ થઈ જાવ તૈયાર

આ સાથે પરેશ ગોસ્વામી એ એમ પણ જણાવ્યુ કે. જે ખેડૂતોને ત્યાં હજી કોરું છે કે ઓછો વરસાદ પડ્યો છે ત્યાં વાવેતર ન કરવાની સલાહ આપી છે. હજી આ પ્રિ મોન્સૂન એક્ટિવિટીનાં ભાગ રૂપે વરસાદ છે. જો સારો વરસાદ નહીં થાય કે ઓછો થશે તો બિયારણ બગડી શકે છે. આવી ભૂલ ખેડૂતો ન કરે.

વાવણી ક્યાં ખેડૂતોએ કરવી જોઈએ?

પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, જો તમારા વિસ્તારની જમીન પૂરી પલળી ગઇ હોય વાવણીલાયક અઢી ઇંચ આસપાસ વરસાદ થયો હોય તો વાવેતર કરી શકો છો. પરંતુ આવું ન થયું હોય તો ખેડૂતોએ વાવેતર ન કરવું. જો તમારી પાસે પાણીની વ્યવસ્થા હોય તો વાવણી કરી શકો છો તેવી સલાહ આપી છે.

આ પણ વાચો : આજે આ 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આ સાથે પરેશ ગોસ્વામી એ જણાવ્યુ કે, જે ખેડૂતોને ત્યાં સારો વરસાદ થયો હોય તો તેમણે ચોક્કસ વાવણી કરી જ દેવી જોઈએ. તેમણે વધુ રાહ જોવાની જરૂર નથી. ગરમીમાં જમીન ગરમ થઇ જાય છે પછી પહેલા વરસાદથી જમીનમાં પાણી ઉતરતું હોય છે અને બીજા વરસાદમાં તો જમીન ઠંડી પડી જાય છે. તેથી જો અત્યારે તમારા વિસ્તારમાં સારો વરસાદ થયો હોય તો વાવણી કરી દેવી જેથી પાકનું સારું ઉત્પાદન થાય.

Paresh Goswami forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment