New Driving License Rules : ડ્રાઈવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં હવે કોઈપણ અધિકૃત ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ડ્રાઈવિંગ લાઇસન્સ આપવામાં આવશે. જેના માટે પહેલા RTO ઓફિસની મુલાકાત લેવી પડતી હતી. એવા ઘણા બધા લોકો હશે જેઓ 18 વર્ષના થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકે અને કાયદેસર રીતે વાહન ચલાવી શકે.
અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રાદેશિક RTO જવું પડતું હતું. પરંતુ ભારત સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવેલ છે. આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવેલ છે. હવે તમે ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગની તાલીમ લઇ શકો છો અને ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપી શકો છો.
આ પણ વાચો : સરકારનો નવા નિયમ જાણવા અહિં કલીક કરો
તમેને કઈ ડ્રાઇવિંગ સ્કૂલમાંથી DL મળશે?
ધ્યાનમાં રાખો કે આ નિયમ બધીજ ડ્રાઇવિંગ સ્કૂલોને લાગુ પડતો નથી, અને તેમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની મંજૂરી પણ નથી. જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, માત્ર તે જ ડ્રાઇવિંગ સ્કૂલો જ DL જારી કરી શકશે જે કેટલીક મહત્વપૂર્ણ શરતોને પૂર્ણ કરે છે. જાણો કઈ કઈ છે આ શરતો…
- જે લોકો રાઇડર્સ અથવાતો ભાવિ ડ્રાઇવરને તાલીમ આપી રહ્યા છે તેમની પાસે ઓછામાં ઓછો હાઇ સ્કૂલ ડિપ્લોમા અથવા તેની સમકક્ષ હોવો આવશ્યક છે.
- મોટા વાહનો માટે ઓછામાં ઓછી 38 કલાકની તાલીમ જરૂરી છે. થિયરી ક્લાસ 8 કલાક છે અને બાકીનો સમય પ્રેક્ટિકલ માટે છે.
- તાલીમ કેન્દ્રો કે જે ઓછામાં ઓછી 1 એકર જમીન પર બાંધવામાં આવેલા હોય છે અથવા તેટલી જમીન ધરાવતા હોય છે. જ્યારે 4-વ્હીલરની તાલીમ માટે 2 એકર જમીન હોવી જરૂરી છે.
- ડ્રાઇવિંગ સેન્ટરમાં યોગ્ય પરીક્ષણ સુવિધા હોવી ખુબજ જરૂરી છે.
- ટ્રેનર પાસે ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત, તેઓને મૂળભૂત બાયોમેટ્રિક્સ અને IT સિસ્ટમ્સનું જ્ઞાન હોવું પણ ખુબજ જરૂરી છે.
- હળવા અથવાતો નાના વાહનો માટે, તાલીમ 4 અઠવાડિયા અથવા 29 કલાકમાં પૂરી થવી જોઈએ. તાલીમમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે.
- આ સાથે જ સરકારે તબક્કાવાર 9,00,000 જૂના સરકારી વાહનોને દૂર કરવાનો નિર્ણય પણ લીધો છે. આ સિવાય કારમાંથી ઉત્સર્જનને નિયંત્રણમાં રાખવા માટે પણ કડક નિયમો લાવવામાં આવશે.આ પણ વાચો :
આ પણ વાચો : આજે સોનામાં રેકોર્ડ બ્રેક ઉછાળો, જાણો આજના નવા ભાવ
ટ્રાફિક ચલનમાં પણ ફેરફાર થશે
New Driving License Rules : સરકાર ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ લગાડમાં આવતા દંડને પણ અપડેટ કરવામાં આવશે . રિપોર્ટ્સ અનુસાર, ઓવર સ્પીડિંગ માટે ₹ 1000 થી ₹ 2000 નું ચલણ જારી કરવામાં આવશે. આ ઉપરાંત, ઓછી ઉંમરના ડ્રાઇવિંગ માટે પણ ચલણમાં સુધારો કરવામાં આવશે . જો કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તે ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો ₹ 25,000 સુધીનું ચલણ જારી કરી શકાય છે. આ ઉપરાંત, તે વાહનના માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરવાના આવશે . એટલું જ નહીં, પણ જ્યાં સુધી તે સગીર 25 વર્ષની ઉંમર પૂરી ન કરે ત્યાં સુધી તેને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આપવામાં નહિ આવશે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
માત્ર તે જ ડ્રાઇવિંગ સ્કૂલો જ DL જારી કરી શકશે જે કેટલીક મહત્વપૂર્ણ શરતોને પૂર્ણ કરે છે.