Monsoon arrival : ગુજરાત ના ઘણા ભાગોમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે ગુજરાતના 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમા સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી તેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે તે પણ જણાવ્યું છે.
હવામાન વિભાગની નવી આગાહી
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યુ કે, આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની સાથે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,આણંદ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, ખેડા અને મહીસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ થઈ જાવ તૈયાર
આવતી કાલે પણ ભારે વરસાદ!
Monsoon arrival : હવામાન વિભાગે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરી છે. સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી શક્યતા છે.
બુધવાર અને ગુરુવારે ક્યાં કયાં આગાહી?
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ત્રીજા અને ચોથા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તથા જુનાગઢ, અમરેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
આ પણ વાચો : આ તારીખથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા, વાવણીનો લઈ અંબાલાલ પટેલની આગાહી
પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો પર શક્યતા!
રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, દમણ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં હળવા વરસાદની આગાહી શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, છઠ્ઠા અને સાતમાં દિવસે નવસારી, વલસાડ, તાપી, દમણ,દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજથી વરસાદ ભૂકકા કાઢશે, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
48 કલાકમાં ચોમાસુ દસ્તક દેશે!
આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસા અંગેની આગાહીમાં કહ્યું છે કે, આગામી 48 કલાકમાં નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રવેશ (Monsoon arrival) કરી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ત્રીજા અને ચોથા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તથા જુનાગઢ, અમરેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.