Ambalal Patel forecast : લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની 26 થી 4 જૂનની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવે ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. 26 મેથી ગરમીમાંથી રાહત મળશે. મહત્તમ તાપમાન ઘટીને 41 ડિગ્રી થઇ જશે. 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળશે. હાલ તો 4 જૂન સુધીમાં વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આ દરમિયાન આંચકાના પવન વધુ ફુકાશે.
આ પણ વાચો : આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો, અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી
અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે, 8 જૂનથી દરિયામાં પવનમાં ફેરફાર આવશે. મેના અંતમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. હવે ધીરે ધીરે ચોમાસું આગળ ગુજરાત તરફ વધશે. 7થી 14 જુન સુધીમાં ચોમાસું ગુજરાતમાં બેસી જવાની શક્યતા છે. ગુજરાતમાં સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. 14થી 28 જૂનમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે.
આંધી વંટોળ અને ગાજવીજની આગાહી
Ambalal Patel forecast : આ સાથે અંબાલાલે જણાવ્યુ કે, આંધી વંટોળ અને ગાજવીજનુ પ્રમાણ વધુ જોવા મળશે. જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડશે. જોકે ચોમાસું આગળ વધી રહ્યુ છે. આ સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે. વાવાઝોડાની અસર તટ વિસ્તારમાં જોવા મળશે.
આ પણ વાચો : વાવાઝોડું ગૂજરાત પર ત્રાટકશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનુ અનુમાન છે કે, આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે.