Ambalal Monsoon Forecast : ગુજરાતમાં સમય કરતાં વહેલા ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા વિધિવત ચોમાસું બેસી ગયાની જાહેરાત કરાઈ છે. ત્યારે આ વર્ષના ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે ચોમાસું કેવું રહેશે અને જૂન તથા આવનારા સમયમાં ચોમાસાની ચાલ અને પેટર્ન કેવી જોવા મળશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. ચાલો, જાણીએ ચોમાસા અંગે અંબાલાલ પટેલની નવી આગાહી…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોની અસરના કારણે સારું જોવા મળી શકે છે. ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરે છે, પરંતુ તેમાનું એક પરિબળ છે લાનીનો. સામાન્ય રીતે ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા પછી આગળ વધી દેશમાં કેરળથી ચોમાસાની શરુઆત થતી હોય છે.
આ પણ વાચો : આ તારીખથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા, વાવણીનો લઈ અંબાલાલ પટેલની આગાહી
17 જૂન બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે. આ અરસામાં નર્મદા નદીનું જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણની આવકમાં વધારો થશે.
ચોમાસુ કેવું રહેશે?
Ambalal Monsoon Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલે ગુજરાતના ચોમાસા અંગે નવી આગાહી કરી છે. આ આગાહીમાં તેમણે કહ્યું હતુ કે, આ વખતના ચોમાસામાં બ્રેક આવવાની શક્યતા છે. જોકે, 21 જૂન બાદ ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, વરસાદની પેટર્ન અલગ-અલગ હોય શકે. ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં છે. ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ પડશે. આ વરસાદ કોઇ ઠેકાણે છાંટાછૂટી તો કોઇ ઠેકાણે હળવો તો કોઇ ઠેકાણે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : શું આટલા વરસાદમાં વાવણી કરવી કે નહીં? પરેશ ગોસ્વામીએ આગાહી સાથે આપી ખેડૂતોને સલાહ
પરંતુ આ નિર નિરંતર ચોમાસું ન કહી શકાય. નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવવાની શક્યતા છે. આ ચોમાસું છે જે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળના ઉપસાગરમાંથી ડિપડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે.
21/22 જૂન પછી ચોમાસુ વેગ પકડશે!
Ambalal Monsoon Forecast : આ સાથે અંબાલાલે જણાવ્યુ કે, જેના કારણે કેટલાક ભાગોમાં લો પ્રેશર સક્રિય થશે અને કોઇપણ ભાગમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. તે વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાશે. 21 અને 22 જૂન બાદ આગળ વધેલો વરસાદ એકંદરે સારો રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે આ 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે, શરૂઆતમાં ગરમી પડે અને મૃગશીશ નક્ષત્રમાં વરસાદ પડે તો એકંદરે સારો ન ગણાય. 7 જૂનની આસપાસ આ નક્ષત્ર બેસતું હોય છે. દરમિયાન વરસાદ પડે તો કોસેટા જમીનની બહાર આવતા હોય છે. જેનાથી તે ઊભા ખેડૂતોના પાકના પાંદડા ખાય જતા હોય છે. અત્યારે ગરમી પડી રહી છે તે સારી ગણીશકાય. જે ખેડૂતો માટે સારી ગણી શકાય છે.
હવામાન નિષ્ણાતે એમ પણ કહ્યું છે કે, જુલાઇ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેવાની શક્યતા છે. જે બાદ સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થશે. ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતા છે. આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. 21 જૂન બાદ આદ્રા નક્ષત્રમાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલે ગુજરાતના ચોમાસા અંગે નવી આગાહી કરી છે. આ આગાહીમાં તેમણે કહ્યું હતુ કે, આ વખતના ચોમાસામાં બ્રેક આવવાની શક્યતા છે.