વરસાદ અને ગરમીનો થશે તાંડવ, હવામાન વિભાગની મહાભયંકર આગાહી

heavy rain forecast : તમે અત્યાર સુધી ન જોયો હોય એવો ઓક્ટોબર મહિનો આ વર્ષે જોવા મળશે. કારણ કે, આ મહિનામાં વરસાદ અને ભયંકર ગરમી એકસાથે ત્રાટકશે. છેલ્લા 3 મહિનામાં ભારે થી અતિભારે વરસાદ બાદ આ મહિને પણ દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદની સંભાવના છે. એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. મતલબ કે ચોમાસાની વિદાયનો સમય વધી ગયેલ છે. તેનું કારણ લો પ્રેશર સિસ્ટમ વારંવાર રચાય છે. આવા વરસાદને કારણે ઉનાળામાં વાવેલા પાકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. જેની લણણીનો સમય હવે નજીક આવી રહ્યો છે.

આ પણ વાચો : બે-બે વાવાઝોડા આવશે? રાજ્યના હવામાનમાં પલટો લાવશે, જાણો અંબાલાલની ચોંકાવનારી આગાહી

ઓક્ટોબર મહિનામાં પડશે વધુ ગરમી! – heavy rain forecast

હવામાન વિભાગની સંભવના અને ગણતરી એ છે કે, આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. ગરમી પણ વધુ રહેશે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો હતો. જે આ વખતે ઓક્ટોબરમાં પણ થશે. હવામાન ખાતાના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

આ પણ વાચો : 4-5 તારીખમાં વરસાદની શકયતા? અંબાલાલ પટેલે આગમી ચાર દિવસની કરી વરસાદની આગાહી

ઓક્ટોબરમાં પણ આવશે વરસાદ! – heavy rain forecast

તેમણે કહ્યું કે ભારતીય હવામાન ખાતા દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે, આ વખતે ઓક્ટોબરમાં છેલ્લા 50 વર્ષની સરેરાશ કરતા 115% વધુ વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે ઉનાળામાં વાવેલા પાકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે તેમની લણણીનો સમય ખૂબ નજીક આવી રહ્યો છે. આ વરસાદથી પાકને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.

ખેડૂતો પર મહામુશ્કેલી – heavy rain forecast

ખેડૂતોએ આ સમયે ઉનાળામાં વાવેલા પાકની કાપણી શરૂ કરી દીધેલ છે. જેમ કે ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ, કઠોળ વગેરે. જો આવી સ્થિતિમાં વરસાદ પડે તો પાકેલો બધો જ  પાક બગડી જશે. ચોમાસાની મોડી વિદાયને કારણે સપ્ટેમ્બરમાં પણ સરેરાશ કરતાં ઘણો વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં વાવેલા પાકને નુકસાન થયું છે.

આ પણ વાચો : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો પરેશ ગોસ્વીમીએ શું કહયુ?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં સરેરાશ કરતાં 11.6% વધુ વરસાદ પડ્યો છે. જુલાઈમાં સરેરાશ કરતાં 9% વધુ અને ઓગસ્ટમાં સરેરાશ કરતાં 15.3% વધુ વરસાદ પડ્યો છે. ઓક્ટોબરના પહેલા ભાગમાં એટલે કે પહેલા 15 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ઓક્ટોબરના વરસાદથી થશે શિયાળુ પાકને ફાયદો

ઓક્ટોબરના વરસાદથી પણ થશે ફાયદો. વરસાદના કારણે જમીનનો ભેજ વધશે. જેના કારણે શિયાળામાં ઉગાડવામાં આવતા પાકને ફાયદો થશે. જેમ કે ઘઉં, ચણા વગેરે. ચોમાસું સામાન્ય સમય કરતાં થોડું મોડું વિદાય લઈ રહ્યું છે. તેથી, આ વખતે તે મધ્ય ઓક્ટોબરનો સમય હશે જ્યારે ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ લેશે. જ્યારે વરસાદ વચ્ચે અટકશે, ત્યારે ભેજ અને સૂર્યની ગરમીમાં વધારો થવાને કારણે તાપમાન પણ ઉંચુ રહેશે.

heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ઓક્ટોબરના વરસાદથી શુ થશે ફાયદો

ઓક્ટોબરના વરસાદથી પણ થશે ફાયદો. વરસાદના કારણે જમીનનો ભેજ વધશે. જેના કારણે શિયાળામાં ઉગાડવામાં આવતા પાકને ફાયદો થશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment