Rain forecast : ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. સામાન્ય રીતે અગિયારસના દિવસે રાજ્યમાં ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરતા હોય છે. ત્યારે હજી તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો નથી. હવે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા – Rain forecast
આજે દાહોદ, સુરત, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, અમરેલી, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દ્વારકા, દીવ તથા કચ્છમાં છુટા છવાયા વિસ્તારોમાં વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આવતી કાલે 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
19 અને 20 તારીખમાં કેટલા વિસ્તારોમાં આગાહી
19 અને 20 તારીખના રોજ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. જેમાં પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાચો : 18, 19 અને 20 તારીખમાં ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
આ સાથે પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે હવામાન વિભાગે બે દિવસ વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાચો : આજે 29 જિલ્લામાં ભુક્કા કાઢશે વરસાદ! હવામાન વિભાગની આગાહી
21 તારીખે કેટલા વિસ્તારમાં વરસાદની શક્યતા – Rain forecast
Rain forecast : 21 તારીખના રોજ અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
19 અને 20 તારીખના રોજ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. જેમાં પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.