ગુજરાતમાં ચોમાસું નિષ્ક્રિય થશે? પરેશ ગોસ્વામી દ્વારા ચોંકાવનારી આગાહી કરાઈ

Gujarat Weather paresh goswami : 11 જૂને ચોમાસાની ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ચોમાસું સમય કરતાં 4 દિવસ વહેલું આવ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે. તેમના પૂર્વાનુમાન મુજબ, રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ ‘મોન્સૂન બ્રેક’ની પરિસ્થિતિ બની શકે છે. આ મોન્સૂન બ્રેક શું છે? કઇ-કઇ તારીખ દરમિયાન આ સ્થિતિનું નિર્માણ થઇ શકે અને ફરી ચોમાસું ક્યારે વેગ પકડશે, તે અંગે પણ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Weather paresh goswami : પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં ચોમાસા અંગે જણાવ્યું કે, ચોમાસુ ગુજરાતમાં સમય કરતાં 4 દિવસ વહેલું પહોચ્યું છે. પરંતુ કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતાની સાથે એક મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ છે.

આ પણ વાચો : ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

આ વર્ષની વાત કરીએ તો બેથી ત્રણ વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. સૌથી પહેલો અંડમાન નિકોબાર ટાપુ પર મોન્સૂન બ્રેક લાગી, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઇ આસપાસ પણ મોન્સૂન બ્રેક લાગી હતી. હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક લાગી શકે છે.

મોન્સૂન બ્રેક એટલે શું?

ચોમાસું રાજ્યના બીજા વિસ્તારોમાં આગળ વધે તે પહેલા બ્રેક લાગવાની શક્યતા છે. મોન્સૂન બ્રેક લાગે એટલે જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હોય ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઇ જતું હોય છે.

આ પણ વાચો : શું આટલા વરસાદમાં વાવણી કરવી કે નહીં? પરેશ ગોસ્વામીએ આગાહી સાથે આપી ખેડૂતોને સલાહ

Gujarat Weather paresh goswami : આમ, છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અરબી સમુદ્રની સિસ્ટમને લઇને સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં વરસાદ પડ્યો છે. હજુ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 13 તારીખ સવાર સુધી પણ વરસાદની શક્યતા થયાવત રહેશે.

ચોમાસુ ક્યારે નિષ્ક્રિય થશે?

13 તારીખથી ચોમાસું નિષ્ક્રિય થવાની શક્યતાઓ અત્યારે દેખાઇ રહી છે. હાલના અનુમાન અનુસાર, 3 થી 4 દિવસ માટે ચોમાસું નિષ્ક્રિય થવાની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 48 કલાકમાં ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા

ચોમાસુ ક્યારે સક્રિય થશે?

16 અને 17 તારીખે ફરીથી ચોમાસું સક્રિય થઇને આગળ વધશે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

અત્યાર સુધી જે રીતે ચોમાસું આગળ ચાલ્યું તે પ્રમાણે કદાચ સૌરાષ્ટ્રમાં આગળ નહીં વધે. ચોમાસુ 2 થી 3 દિવસનો વિરામ લશે તેવી શક્યતા છે.

સર્વાત્રિત વરસાદ ક્યારે થશે?

ભલે નૈઋત્યનું ચોમાસું બેસું ગયું પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિત વરસાદ થવાની શક્યતા નથી. સર્વાત્રિત વરસાદનો દોર 16 જૂનથી શરૂ થઈ શકે છે.

આ પણ વાચો : ચોમાસું કેવું રહેશે? ધોધમાર વરસાદ ક્યારે? અંબાલાલની આખા ચોમાસાની આગાહી

રાજ્યમાં ચોમાસાનો પ્રવેશ થઇ ગયો છે પણ હવે 24 કે 36 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા અને તે પછી મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

મોન્સૂન બ્રેક થશે તો પછી 16-17 તારીખથી ફરીથી સક્રિય થઇને આગળ ચાલશે. જો સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં મોન્સૂન બ્રેક થાય તો પછી અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર બને અને તે લો પ્રેશરને કારણે ફરીથી ચોમાસું આગળ વધે તેવી આશા આપણે રાખી શકીએ.

Gujarat Weather paresh goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
મોન્સૂન બ્રેક એટલે શું?

મોન્સૂન બ્રેક લાગે એટલે જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હોય ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઇ જતું હોય છે.

ચોમાસુ ક્યારે નિષ્ક્રિય થશે?

13 તારીખથી ચોમાસું નિષ્ક્રિય થવાની શક્યતાઓ અત્યારે દેખાઇ રહી છે. હાલના અનુમાન અનુસાર, 3 થી 4 દિવસ માટે ચોમાસું નિષ્ક્રિય થવાની શક્યતા છે.

સર્વાત્રિત વરસાદ ક્યારે થશે?

સર્વાત્રિત વરસાદનો દોર 16 જૂનથી શરૂ થઈ શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment