ખેડૂતો માટે ખુશીના સમાચાર : પીએમ કિસાન યોજનામાં રૂ.6000ની બંડલે રૂ.8000 મળશે!

PM Kisan Yojana : રાજસ્થાનના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કિસાન સન્માન નિધિમાં રૂ.2000 નો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે રાજસ્થાનમાં ખેડૂતોને કિસાન સન્માન નિધિ હેઠળ 6000ની બદલે 8000 રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે, અમે જે વચનો આપ્યા હતા તે હવે પૂરા થઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના એક દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. NDA ને બહુમતી મળ્યા બાદ શુક્રવારે નરેન્દ્ર મોદીને આગામી સરકાર બનાવવા માટે ગઠબંધનના તમામ પક્ષોનું સમર્થન મળ્યું.

આ પણ વાચો : આ તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નહીં મળે, જાણો શું છે કારણ

તમામ ખેડૂતોમાં ખુશીની લહેર

આ વર્ષે વાવણીની મોસમ શરૂ થાય તે પહેલા લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. ચોમાસું આવતાની સાથે જ સમગ્ર દેશમાં વાવણી થવા લાગશે. રાજ્યના ઘણા ખેડૂતોએ કહ્યું કે આ રકમથી તેમના માટે બિયારણ અને ખાતર ખરીદવામાં સહાયક રહેશે.

આ પણ વાચો : 17મો હપ્તો કયારે આવશે? જાણો પીએમ કિસાન યોજનાની નવિ અપડેટ વિશે

PM Kisan Yojana હેઠળ રૂ. 2,000નો વધારો

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે pm કિસાન સન્માન નિધિમાં રૂ.2,000 નો વધારો કર્યો છે. જેના કારણે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વાર્ષિક રકમ 6 હજાર રૂપિયાથી વધીને રૂપિયા 8 હજાર થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેના કારણે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વાર્ષિક રકમ 6 હજાર રૂપિયાથી વધીને 8000 રૂપિયા થઈ ગઈ છે. આ વધારાના પૈસાથી ખેડૂતોને ઘણો ટેકો મળશે.

PM Kisan Yojana

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
pm કિસાનની વાર્ષિક રકમમાં વઘારો કરાયો?

ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વાર્ષિક રકમ 6 હજાર રૂપિયાથી વધીને રૂપિયા 8 હજાર થઈ ગઈ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment