Ambalal Patel predicts rain : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ ગુજરાતમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસાના વરસાદની શક્યતા રહેલી છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ છે.
આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી!
આંધી-વંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે અગાઉથી કરેલી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યકત કરી છે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થઈ શકે છે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની શક્યતા છે.
આ પણ વાચો : 28, 29 અને 30 તારીખોમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી આગાહી
4 જૂન સુધી ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા
અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 28 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા રહેલી છે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવી શકે છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી
આ જિલ્લાઓમાં આવશે વરસાદ
Ambalal Patel predicts rain : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : 130 કિમીની ઝડપે વાવાઝોડું : આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ પડવાની શક્યતા છે.
4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે.