Heavy rain : ગુજરાતમાં ધીમે ધીમે વરસાદમાં માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડ્યો છે. તો તારીખ 12, 13 અને 14 માં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આજે ક્યા ક્યા વિસ્તારોમાં વરસાદની શક્યતા
આજે 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા,વડોદરા, છોટા ઉદયપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છુટા છવાયા સ્થળે ગાજવીજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કઈ કઈ તારીખોમાં પડશે વરસાદ
13 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી
Heavy rain : 13 તારીખે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. નવસારી, વલસાડ અને ડાંગમાં ગાંજવીજ સાથે વરસાદ પડી શકે છે. એ સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદયપુર, નર્મદા, સુરત અને તાપીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : 11 થી 13 તારીખમાં વરસાદની આગાહી, ગુજરાતના કયા જિલ્લામાં પડશે વરસાદ?
14 તારીખે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી
14 તારીખ ના રોજ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની શક્યતા છે. જ્યાં સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે સારો વરસાદ જોવા મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
13 તારીખે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.