અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી – Ambalal startling forecast
Ambalal startling forecast : હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી. અરબ સાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થશે તો તેનો માર્ગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પાકિસ્તાન તરફ રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : વાવાઝોડું બનશે સાથે ભારે પવન અને વરસાદ થશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાની સિઝનનો સરેરાશ 137.62% નોંધાયો છે. હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય બાદ પણ પાછોતરો વરસાદ થતો હોય છે. જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થાય છે. જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરના કારણે વારંવાર વાતાવરણમાં પલટા જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ઓક્ટોબર મહિનામાં બે-બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે.
આ પણ વાચો : 4-5 તારીખમાં વરસાદની શકયતા? અંબાલાલ પટેલે આગમી ચાર દિવસની કરી વરસાદની આગાહી
ક્યાં ભાગોમાં વરસાદ પડી શકે?
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 5 ઓક્ટોબરના રોજ વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે. તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 7 થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના અમુક-અમુક ભાગમાં હળવા વરસાદની શક્યતા છે.
વાવાઝોડાની મોટી આગાહી – Ambalal startling forecast
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં સક્રિય થતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે!
આ પણ વાચો : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો પરેશ ગોસ્વીમીએ શું કહયુ?
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7 થી 12 ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબર દરમ્યાન વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું ઉત્પન્ન થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 7 થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના અમુક-અમુક ભાગમાં હળવા વરસાદની શક્યતા છે.