Ambalal predict heavy rain : રાજ્યમાં હાલ દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે મને ભાગના જણાવ્યા અનુસાર, હાલ નેઋત્યનું ચોમાસુ નવસારીમાં જ સ્થિર થઈ ગયું છે. જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી જશે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે.
આ પણ વાંચો: આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા? હવામાન વિભાગે કરી આગાહી
અંબાલાલ પટેલ ની નવી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસુ સક્રિય થઈ ગયું છે અને આગળ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદગતિએ આગળ વધી રહી છે. આ સાથે બંગાળના ઉપસાગર ની શાખાને બે ભાગ પડ્યા છે. જેનો એક તરફનો ભેજ મધ્યપ્રદેશ સુધી જવાની શક્યતા છે. જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આજથી જ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરના શાખાના ભેજના કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ થવાની શક્યતા છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં આ સાથે ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હસ્તી 22 તારીખ સુધી પવનની ગતિ વધુ જોવા મળશે.
આ પણ વાંચો : 18, 19 અને 20 તારીખમાં ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, વડોદરા અમદાવાદ આણંદ અને નડિયાદમાં પવન ફૂંકાઈ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવેજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલ ની વાવણી અંગે આગાહી
Ambalal predict heavy rain : અંબાલાલ પટેલે વાવણી અંગે ખેડૂતોને વાત કરતા જણાવ્યું છે કે, મૃગશીર્ષ નક્ષત્રમાં જે વરસાદ થાય તેનું પાણી સારું ગણાતું નથી. ખેડતો માટે હજી મોડું થયું નથી. 21 તારીખ ની અડધી રાતથી ચોમાસુ ફરી સક્રિય થશે. 22 જૂનથી આગ્રા નક્ષત્ર ચાલુ થાય છે. આ નક્ષત્રમાં ખેડૂતો માટે વાવણી કરવી સારી રહેશે. 20 જૂનથી રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય મોડમાં થશે અને 28 જૂન સુધીમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેલી છે. આ તારીખોમાં આહવા અને ડાંગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે.
આ પણ વાંચો : આવતી કાલે 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18 થી 20 તારીખમાં અરબસાગરમાં લો પ્રેસર સક્રિય થશે અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં 20 તારીખે આસપાસ ભારે વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 28 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારતો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જુનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બે ઇંચ કરતા તેનાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેલી છે. કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ થશે. આ વરસાદને લીધે જળ સંકટના પ્રશ્નો ઉકેલાઈ જવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જુનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે.